– ભુલવણ ગામે ગઈ સાંજના સમયે એક બાદ એક 15 લોકોને મોઢામાંથી ફીણ નીકળવા સાથે ચક્કર આવવા લાગ્યા હતા.ત્યાર બાદ એકાએક તેમની તબિયત ખરાબ થયા બાદ દોડધામ મચી ગઇ હતી.આ પૈકીના 5 લોકોનાં મોત થયા છે.>
દેવગઢ બારિયા : દાહોદ જિલ્લાના ભુલવણ ગામે ગઈ સાંજના સમયે એક બાદ એક 15 લોકોને મોઢામાંથી ફીણ નીકળવા સાથે ચક્કર આવવા લાગ્યા હતા.ત્યાર બાદ એકાએક તેમની તબિયત ખરાબ થયા બાદ દોડધામ મચી ગઇ હતી.આ પૈકીના 5 લોકોનાં મોત થયા છે. 12 લોકોને દેવગઢ બારિયાના સરકારી દવાખાનમાં દાખલ કરાયા બાદ બેને રિફર કરાયા. તમામને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક તારણ છે.વિધિ બાદ ઘરે લઇ જવાયેલા બકરાનું મટન ખાતાં કે પછી અન્ય કોઇ કારણોસર તેઓ ભોગ બન્યા હતા એની તપાસ શરૂ કરાઇ છે.
દેવગઢ બારિયા તાલુકાના 138 ઘરમાં 1200ની વસ્તી ધરાવતું ભુલવણ ગામ નિશાળ ફળિયા ગામની શાંતિ માટે દર પાંચ વર્ષે કરાતી જાતરની વિધિ ગત રવિવારથી ગામના ટાંકી ફળિયામાં દેવપૂજનની વિધિ ચાલી રહી હતી. 9 દિન બાદ સોમવારે વિધિનો અંતિમ દિવસ હોવાથી પરંપરા મુજબ અહીં છ બકરાની બલિ આપવામાં આવી હતી.
આ બકરાના મટનના ભાગ પાડવામાં આવતાં પોતપોતાના ભાગનું મટન લોકો ઘરે લઇ ગયા હતાં. સાંજના સમયે તમામ 13 લોકોને એકાએક જ મોઢામાંથી ફીણ નીકળવા ઉપરાંત ચક્કર આવવા લાગ્યા હતાં.તબિયત બગડી હતી તે લોકોમાં 4 ના મોત 10 લોકોને 108 દ્વારા દેવગઢ બારિયાના સરકારી દવાખાને ખસેડવમાં આવ્યા હતાં. આજ રોજ વહેલી સવારે એક વધુ વ્યક્તિ તબિયત લથડતાં તેને ગોધરા ખાતે રીફર કરાયો હતો.જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.એટલે મારનારની સંખ્યા ચારથી વધીને પાંચ હતી અને ૧૨ જેટલા લોકો દેવગઢબારિયા દાહોદ અને વડોદરા ખાતે સારવાર લઇ રહ્યા છે.