બ્રિટનના ઇતિહાસના સૌથી મોંઘા છૂટાછેડા : દુબઇના રાજાને પત્નીની સામે થવું મોંઘુ પડ્યું : રૂ.5550 કરોડ ચૂકવવા પડશે

191

– દુબઇના શેખ મોહંમદ બિન રાશિદે પત્નીને રૂ. 2525 કરોડ અને સંતાનોને રૂ. 2900 કરોડ ભરણપોષણ પેટે આપવા પડશે

– શેખ મોહંમદ બિન રાશિદની છઠ્ઠી પત્ની પ્રિન્સેસ હયા બિન્તે શેખ ઉપર હત્યાના પ્રયાસનો આરોપ મૂક્યો હતો

લંડન : બ્રિટનની કોર્ટે દુબઇના શાસકને તેની પત્નીને છૂટા છેડા આપવા બદલ 55.50 કરોડ પાઉન્ડ (રૂ. 5560 કરોડ) નું વળતર ચૂકવવાનો મંગળવારે આદેશ કર્યો હતો.હાઇકોર્ટે કહ્યું ંહતું કે દુબાઇના શાસક શેખ મોહંમદ બિન રાશિદ અલ-મખ્તુમે તેમતી છઠ્ઠી પત્ની પ્રિન્સેસ હયા બિન્ત અલ હુસૈનને તેના લંડન સ્થિત આલિશાન મકાનની જાળવણી માટે અને તેની આજીવ ખાધા-ખોરાકી પેટે આગામી ત્રણ મહિનામાં એક જ હપ્તામાં 25.20 કરોડ પાઉન્ડ (રૂ.2525 કરોડ) ચૂકવી દેવાના રહેશે.તે ઉપરાંત કોર્ટે પ્રિન્સેસ હયાની 14 વર્ષિય પુત્રી અલ-જલિલાના શિક્ષણ અને ભરણપોષણ પેટે અને 9 વર્ષિય પુત્ર ઝાયદના આજીવન ભરણપોષણ પેટે કુલ 29 કરોડ પાઉન્ડ (અંદાજે રૂ. 2900 કરોડ)ની તોતિંગ રકમ ચૂકવવાની રહેશે.

તદઉપરાંત આ સંતાનો વયસ્ક થાય ત્યાં સુધી તેઓના શિક્ષણ અને ભરણપોષમ માટે શેખે વાર્ષિક રૂ. 112 કરોડ પણ ચૂકવવાના રહેશે. ઉલ્લેખનીય છે કે દુબાઇના શેખની છઠ્ઠીવારની પત્નિ હયા બિન્ત 2019માં ચૂપચાપ દુબાઇથી ભાગી લંડન પહોંચી ગઇ હતી અને બ્રિટન જતાની સાથે જે તેણે તેના પતિ અને દુબાઇના શેખની સામે કોર્ટમાં છૂટાછેડોનો દિવાની અને પોતાની હત્યાનો પ્રયાસ કરવા બદલ ફોજદારી કેસ કર્યો હતો.છૂટા છેડાના કેસમાં તેણે પોતાની ખાધાખોરાકી અને પોતાના બે સંતાનોની કસ્ટડીની પણ માંગ કરી હતી.હાઇકોર્ટમાં લગભગ સાત કલાક સુધી ચાલેલી સુનાવણી દરમ્યાન 47 વર્ષિય પ્રિન્સેસ હયાએ કહ્યું હતું કે દુબાઇના શેખ દ્વારા એક જ હપ્તામાં તમામ રકમ ચૂકવાઇ જવાથી તેઓના દાંપત્ય જીવનનો અંત આવી જશે અને તેના સંતાનો ઉપરની શેખની કસ્ટડીનો પણ અંત આવી જશે.તેમણે સુનાવણી દરમ્યા હાઇકોર્ટના જજ ફિલિપ મૂર સમક્ષ કહ્યું હતું કે હું ખરેખર શેખની ચુંગાલમાંથી મુક્ત થવા ઇચ્છું છું અ્ને માતા સંતાનો પણ તેઓની પકડમાંથી મુક્ત થાય એમ ઇચ્છું છું. પ્રિન્સેસે દુબાઇના શાસક ઉપર તેમની હત્યા કરવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ આરોપ મૂક્યો હતો

Share Now