મહારાષ્ટ્ર રાજ્યના પ્રધાન નવાબ મલિકનો પુત્ર પણ EDના રડારમાં ? : શિવસેનાના નેતા રવિન્દ્ર વાયકરની 8 કલાક પૂછપરછ

171

મુંબઈ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મુંબઈમાં પાંચ સ્થળે છાપો માર્યો હતો. એક રાષ્ટ્રીય બેન્ક સાથે અંદાજં ૧૫૦ કરોડ રૃપિયાની છેતરપિંડીના મામલામાં આ કાર્યવાહી થઈ હોવાનું કહેવાય છે.આ પ્રકરણે નવાબ મલિકનો પુત્ર ફરાઝ મલિક ઈડીના રડાર પર હોવાની ચર્ચા છે.

ઈડીના અધિકારીઓએ છાપો માર્યો એમાં એક કંપનીના સંચાલકના ઘર અને ઓફિસનો સમાવેશ છે.બેન્ક પાસેથી લીધેલી કરજની રકમ કથિતપણે મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકના પુત્ર ફરાઝ મલિક સંબંધિત કંપનીમાં નાખવામાં આવી હોવાનું કહેવાય છે.આ કંપનીમાં આરોપીએ લીધેલી કરજની રકમમાંથી ૧૦ કરોડથી વધુ રાખવામાં આવી હોવાનું કહેવાય છે.ઈડીને મજબૂત પુરાવા મળ્યા બાદ ફરાઝ મલિકને કદાચ પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

દરમિયાન મહારાષ્ટ્ર સરકારના વધુ એક નેતા પર ઈડીની બાજનજર છે.ઈડીના અધિકારીઓએ આજે શિવસેનાના નેતા રવિન્દ્ર વાયકરની અંદાજે આઠ કલાક પૂછપરછ કરી હતી.શિવસેનાના વિધાનસભ્ય રવિન્દ્ર વાયકરને વિવિધ મામલામાં ઈડીએ સમન્સ આપ્યા હોવાનું કહેવાય છે.આથી તેઓ આજે ઈડીની ઓફિસમાં હાજર થયા હતા.જ્યાં તેમની કલાકો સુધી ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી હતી.ઈડી દ્વારા અગાઉ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની ધરપકડ કરાય છે.આ સિવાય અનેક નેતાની પૂછપરછ કરાઈ છે.

Share Now