રિઝર્વ બેન્ક સિસ્ટમમાંથી બે લાખ કરોડ પરત ખેંચશે

227
  • સિસ્ટમમાંથી વધારાની રોકડ પરત ખેંચાશે.રિઝર્વ બેન્કે અગાઉ 20મી ડિસેમ્બરે 81,160 કરોડની રકમ પરત ખેંચી હતી

નવી દિલ્હી : રિઝર્વ બેન્ક સિસ્ટમમાંથી બે લાખ કરોડની રકમ પરત ખેંચશે.આ માટે તે વેરિયેબલ રેટ રિવર્સ રેપો (વીઆરઆરઆર)નો ઉપયોગ કરશે.રિઝર્વ બેન્કના આ પગલાનું ધ્યેય સિસ્ટમમાંથી રોકડ ઘટાડવાનું છે.

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે અગાઉ પણ નિર્દેશ કર્યો હતો કે તે સિસ્ટમમાંથી વધારાની રોકડ પરત ખેંચશે. અઠવાડિયા પહેલા આવા જ પગલાંમાં 20મી ડિસેમ્બરે રિઝર્વ બેન્કે આ જ પ્રકારની હરાજી દ્વારા સિસ્ટમમાંથી 81,160 કરોડની રકમ પરત ખેંચી હતી.મધ્યસૃથ બેન્કે આ સિવાય ચાર દિવસ અને સાત દિવસના ઓક્શન પણ રાખ્યા છે.

રિઝર્વ બેન્કના આંકડા દર્શાવે છ કે સપ્તાહ પહેલા ટ્રેઝરી બિલ ઓક્શન યીલ્ડ ત્રણ મેચ્યોરિટીઝના કટ-ઓફથી 8થી 18 બેસિસ પોઇન્ટ ઊંચી રહેવા લાગતા ટૂંકા ગાળાના દર વધવાનો પ્રારંભ થઈ ગયો છે.રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે ડિસેમ્બરમાં દ્વિમાસિક નીતિમાં સિસ્ટમમાંથી રોકડ ઓછી કરવા માટે ઓક્શન રૂટને યોગ્ય ગણાવ્યો હતો.

અગ્રણી મ્યુચ્યુઅલ ફંડના વડાએ જણાવ્યું હતું કે આ જાહેરાત દર્શાવે છે કે સિસ્ટમમાંથી વધારાની રોકડ શોષવા માટે ટૂંકાગાળાની વીઆરઆરઆર  મહત્ત્વનો ઓક્શન રૂટ પુરવાર થયો છે.કેટલાક ડીલરોનું માનવું છે કે રિવર્સ રેપો રેટમાં વધારો કરવાનો સરળ માર્ગ અપનાવવામાં આવ્યો હોત તો મની માર્કેટ રેટમાં ઓછી અસિૃથરતા જોવા મળી હોત.તેના લીધે બજારના સહભાગીઓ વધારે સુનિશ્ચિત હોત.

Share Now