ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરે સ્પીડ પકડી, 24 કલાકમાં નવા 394 કેસ, એક મૃત્યુ, ઓમિક્રોનના પાંચ કેસ

208
– અમદાવાદ 178,સુરત 61,રાજકોટ 37,વડોદરા 35 કોરોનાના કેસ

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરે હવે સ્પીડ પકડી લીધી છે અને દિવાળી પછી નવેમ્બરથી કેસમાં વધારો થઈ રહ્યો છે.રાજ્યમાં સાડા છ મહિના બાદ પહેલીવાર 300થી વધુ કેસ નોંધાયા છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના 394 નવા કેસ નોંધાયા હોવાનું રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જણાવ્યું છે.જ્યારે 59 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.હાલમાં રાજ્યાં 1,400થી વધુ સક્રિય કેસ છે.રાજ્યમાં આજે ઓમિક્રોનના પાંચ નવા કેસ મળ્યા છે.અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 178 અને જિલ્લામાં 4 મળી કુલ 182 નવા કેસ નોંધાયા છે.

આ ઉપરાંત સુરતમાં કોરોનાના 61 કેસ,રાજકોટમાં 37 અને વડોદરામાં 35 નવા કેસ નોંધાયા હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે.રાજ્યમાં આજે વધુ પાંચ  ઓમિક્રોનના કેસ નોંધાયા હોવાથી કુલ સંખ્યા વધીને 78 થઈ છે.જે પૈકી 24 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હોવાથી હાલમાં ઓમિક્રોનના એક્ટિવ કેસની સંખ્યા 54 છે.

પોરબંદરમાં ઓમિક્રોનની એન્ટ્રી

મંગળવારે પોરબંદરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો એક કેસ નોંધાયો છે.નૈરોબીથી પરત આવેલા એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને બાદમાં તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં તેઓ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જણાયું હતું.

Share Now