નવી દિલ્હી,તા.30.ડિસેમ્બર,2021 : યુપીની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ હવે બેફામ નિવેદનબાજી પણ વધી રહી છે.દરમિયાન ભાજપની એક પ્રચાર સભામાં પાર્ટીના સાંસદ સુબ્રત પાઠકે કહ્યુ હતુ કે, અમને મુસ્લિમોના મત મળવાના નથી.કારણ કે અમે કાશ્મીરમાં કલમ 370 ખતમ કરી નાંખી છે.અયોધ્યામાં અને કાશીમાં ભવ્ય મંદિર બનાવ્યા છે તથા મથુરામાં પણ બનાવીશું.સાથે સાથે તે્મણે જોકે કહ્યુહ તુ કે, અમારી પાર્ટીએ મુસ્લિમોના વિકાસ માટે પણ કામ કર્યા છે.પાર્ટીએ કોઈ જાતિ કે ધર્મના આધારે કોઈના માટે કામ કર્યુ નથી.પાર્ટીને દેશહિતમાં વિચારતા હોય તેવા લોકોના વોટની જ જરુર છે.
સાંસદનો વિડિયો ન્યૂઝ એજન્સીએ રિલિઝ કર્યો છે.જેમાં તે કહેતા સંભળાય છે કે, ભાજપ સરકારે લોકોને મકાન આપ્યા છે તો તે ધર્મ પૂછીને નથી આપ્યા.લોકો માટે ટોયલેટ બન્યા છે તો કોઈની જાતિ પૂછી નથી.કોઈનો ધર્મ પછ્યો નથી.સરકારે જે મકાનો આપ્યા છે તે મુસ્લિમોને પણ આપ્યા છે પણ તે પછીય તેમના મત મળ્યા નથી.જેમને વોટ ના આપવા હોય તે પોતાની પાસે રાખે વોટ.જે આતંકવાદનુ સમર્થન કરતા હોય છે અને જેમની માનસિકતા ભારતનો વિરોધ કરવાની છે તેમના મત ભાજપને જોઈતા પણ નથી.