- ગાંગુલી કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તેમને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીને આજે શુક્રવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગાંગુલી કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તેમને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સોમવારે ગાંગુલીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો,જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે,ભૂતપૂર્વ કેપ્ટન ડોકટરોની દેખરેખ હેઠળ ઘરે જ આઇસોલેશનમાં રહેશે અને તે કોવિડના ઓમિક્રોન સ્વરૂપથી સંક્રમિત નથી.હોસ્પિટલના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે,અમે આજે બપોરે ગાંગુલીને રજા આપી દીધી છે.તેમને આગામી પખવાડિયા સુધી ડોકટરોની દેખરેખ હેઠળ ઘરે જ રહેવું પડશે.ત્યાર બાદ આગળની સારવાર નક્કી કરવામાં આવશે.
વર્ષ 2021 સૌરવ ગાંગુલી માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ખરાબ રહ્યું છે.આ વર્ષની શરૂઆતમાં પણ સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.જાન્યુઆરી 2021માં સૌરવ ગાંગુલીને હાર્ટ સંબંધિત સમસ્યા બાદ એન્જીયોપ્લાસ્ટી કરાવવી પડી હતી.