કોલંબો, તા. 04 જાન્યુઆરી 2020 મંગળવાર : શ્રીલંકા માટે નવા વર્ષની શરૂઆત કોઈ દુ:સ્વપ્નની જેમ થઈ છે. જોકે તારીખ બદલવાથી ઈતિહાસ બદલી શકાતો નથી, 31 ડિસેમ્બરથી એક જાન્યુઆરીમાં આવવુ પરિવર્તનનુ કોઈ કારણ હોઈ શકે નહીં.
અતીતનો સીધો સંબંધ વર્તમાન સાથે હોય છે.છેલ્લા કેટલાક વર્ષોથી શ્રીલંકા જે આર્થિક સંકટમાં ડૂબતુ જોવા મળી રહ્યુ હતુ, તે હવે ભયાવહ રૂપ લઈ ચૂક્યુ છે અને નાદારીની કગાર પર છે.શ્રીલંકા ક્ષેત્રફળના મામલે તમિલનાડુના લગભગ અડધુ છે. વસતી લગભર સવા બે કરોડ છે.શ્રીલંકાની જીડીપીમાં પર્યટન ક્ષેત્રનુ યોગદાન 10 ટકાથી વધારે છે.કોવિડ મહામારીએ પહેલા પર્યટનને ખતમ કર્યુ અને બાકીની કસર ચીનના દેવાથી પૂરી થઈ રહી છે.ચીન વિશે એ ધારણા સાચી છે કે તે દેવા ડિપ્લોમેસીથી કમજોર દેશોને ફસાવે છે અને બાદમાં પોતાના હિસાબથી તે દેશમાં નીતિઓ બનાવે છે.
શ્રીલંકાનુ આર્થિક સંકટ ગંભીર માનવીય સંકટના રૂપમાં બદલાતુ જોવા મળી રહ્યુ છે.મોંઘવારી રેકોર્ડ સ્તરે વધી રહી છે.ખાવા-પીવાની વસ્તુઓ પણ લોકોની પહોંચથી દૂર થતી જઈ રહી છે.ખજાના લગભગ ખાલી થઈ ચૂક્યા છે. 2022માં શ્રીલંકા નાદાર જાહેર થઈ જાય તો તેમાં કોઈ નવાઈ નહીં.