-વિશ્વના અણુ રિએકટરોમાં વપરાતા યૂરેનિયમનું ૪૦ ટકા ઉત્પાદન કઝાકિસ્તાન કરે છે
– શાંત ગણાતા મધ્ય એશિયાઇ દેશમાં દુનિયાની એનર્જી કંપનીઓના રોકાણ છે
કઝાકિસ્તાનમાં રાજકિય અસ્થિરતા વધવાથી ગ્લોબલ માર્કેટ પર અસર થવાની ભીંતી ઉભી થઇ છે.મધ્ય એશિયાનો આ દેશ આમ તો ખાસ ચર્ચમાં હોતો નથી પરંતુ તેનું ગ્લોબલ બજારમાં ખૂબ મહત્વ છે.દુનિયામાં થતા કુલ ઉત્પાદનનો ૪૦ ટકા હિસ્સો કઝાકિસ્તાન ધરાવે છે.યૂરેનિયમ પરમાણુ ભઠ્ીઓ ચલાવવા માટે મહત્વનું ઇંધણ છે.કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ન્યુકિલયર એનર્જીની દિશામાં સહયોગ કરવામાં કઝાકિસ્તાન દુનિયામાં આગળ પડતું છે.સરકારના જ નિયંત્રણ હેઠળ આવતી નેશનલ એટોમિક કંપની કઝૈટોમપ્રોમ દુનિયાની સૌથી મોટી યૂરેનિયમ કંપની છે.
જો કે કંપનીએ યૂરેનિયમના ઉત્પાદન અને નિકાસ પર કોઇ જ વિપરીત અસર નહી થાય એવી બાહેધરી આપી છે પરંતુ સત્તા પરીવર્તનનો ડર સૌને સતાવે છે આથી જ તો યૂરેનિયમના ભાગમાં ઉછાળો આવ્યો છે.યૂરોપિયન દેશો પોતાની જરુરીયાતનું ૨૦ ટકા યૂરેનિયમ કઝાકિસ્તાન પાસેથી ખરીદે છે.ક્રુડ ઓઇલ,કુદરતી ગેસ અને કોલસો પણ પુષ્કળ થાય છે.એનર્જી સેકટરમાં કોલસાથી માંડીને યૂરેનિયમની જરુર પડે છે જેની કઝાકિસ્તાન નિકાસ કરે છે.શીતયુધ્ધના જમાનામાં સોવિયત સંઘનો ભાગ રહેલા આ મધ્યએશિયાઇ દેશમાં ખૂબ લાંબા સમયથી રાજકિય સ્થિરતા જોવા મળતી હતી.આથી જ તો યૂરોપ અને અમેરિકાની એનર્જી કંપનીઓ મૂડી રોકાણ માટે ફેવરિટ માનતી રહી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી પરીસ્થિતિ પલટાતી જાય છે.સામાજિક અને રાજકિય સ્થિરતાનો માહોલ અસ્થિર બની રહયો છે.છેલ્લા ત્રણ દાયકામાં પ્રથમવાર ઘર આંગણે લોકોના જે દેખાવો અને પ્રદર્શનો જોવા મળે છે તે ગંભીર ગણાય છે.
ફયૂઅલના ભાવમાં કમરતોડ વધારો થયા પછી જે વિરોધ હિંસા ફાટી નિકળી છે તે હવે રાજકિય ભષ્ટ્રાચાર અને સગાવાદ સુધી પહોંચી છે.લોકોના જૂથો રસ્તા પરથી પ્રદર્શન કરી રહયા છે.તેઓ કોઇ પણ ભોગે વ્યવસ્થા પરીવર્તન અને શાસનમાં સુધારો ઇચ્છી રહયા છે.શરુઆતમાં તો રાષ્ટ્રપતિ કાસિમ યોમાત તોકાયેેવે વિરોધને હળવાશથી લીધો પરંતુ હવે ગોળીઓ ચલાવવાની છુટ આપવામાં આવી છે.દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી છે પરંતુ પરીસ્થિતિમાં ખાસ સુધારો જણાતો નથી.રશિયા અને કેટલાક મિત્ર દેશોને વિરોધ દબાવવા માટે કઝાકિસ્તાનને ફિઝિકલી મદદ કરવાની અપીલ પણ કરી છે.પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચેના ગજગ્રાહમાં મૂડીરોકાણકારો ચિંતામાં પડયા છે.