કોરોનાની સુપર સ્પીડ.. 24 કલાકમાં 2.5 લાખ નવા કેસ, ઓમિક્રોનના કેસ પણ 5,000ને પાર

484
  • મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, યુપી, કેરળ, ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત થઈ રહેલો વધારો ચિંતાનો વિષય છે

નવી દિલ્હી,તા.13 જાન્યુઆરી,ગુરૂવાર : દેશમાં કોરોનાના પ્રસારની ગતિમાં સતત વધારો થઈ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2 લાખ 47 હજાર 417 નવા કેસ સામે આવ્યા છે.નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 11 લાખ 17 હજાર 531 થઈ ગઈ છે.કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ 13.11 જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 10.80 ટકા છે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ 69.73 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.દેશમાં કોરોનાનો રિકવરી રેટ 95.59 ટકા છે.રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં વેક્સિનના 154.61 કરોડ ડોઝ આપી દેવાયા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 5,000ને પાર થઈ ગઈ છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના 5,488 કેસ નોંધાયા છે.આ યાદીમાં 1,281 કેસ સાથે મહારાષ્ટ્ર અને 645 કેસ સાથે રાજસ્થાન સૌથી ટોચ પર છે.સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે 30 ડિસેમ્બરના રોજ કોરોનાનો પોઝિટિવિટી રેટ 1.1 ટકા હતો જે વધીને 12 જાન્યુઆરીના રોજ 11.05 ટકા થઈ ગયો.મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ,દિલ્હી,તમિલનાડુ,કર્ણાટક,યુપી,ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત થઈ રહેલો વધારો ચિંતાનો વિષય છે.

Share Now