કુલગામઃ પાકિસ્તાની આતંકવાદી બાબરનો ખાત્મો, જમ્મુ નિવાસી પોલીસકર્મી શહીદ

431
  • અથડામણમાં પોલીસનો એક જવાન, સેનાના 3 જવાન અને 2 નાગરિકો ઘાયલ થયા

નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી, ગુરૂવાર : કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે શરૂ થયેલી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ ગુરૂવાર સવાર સુધી ચાલી હતી.તેમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી માર્યો ગયો છે. તેની ઓળખ બાબરભાઈ તરીકેની સામે આવી છે.તે પાકિસ્તાનનો રહેવાસી હતો.શોપિયાં અને કુલગામમાં તે 2018ના વર્ષથી સક્રિય હતો.

આતંકવાદી પાસેથી એક એકે-47 રાઈફલ, એક પિસ્તોલ અને 2 ગ્રેનેડ મળી આવ્યા છે.અથડામણમાં જમ્મુ નિવાસી પોલીસકર્મી રોહિત ચિબ શહીદ થયા છે.આ સાથે જ સેનાના 3 જવાનો અને 2 નાગરિકો પણ ઘાયલ થયા છે.તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે.

પોલીસને પરીવાન વિસ્તારમાં આતંકવાદીઓની ઉપસ્થિતિની સૂચના મળી હતી.તેના આધાર પર સુરક્ષાદળોની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું.ઘેરો સખત બની રહ્યો હોવાના કારણે આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને જવાબી કાર્યવાહી સાથે અથડામણની શરૂઆત થઈ હતી.તેમાં જવાનોએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી બાબરને ઠાર માર્યો હતો.પોલીસ જવાન શહીદ,3 જવાન ઘાયલ : કાશ્મીર ઝોનના આઈજી વિજય કુમારે જણાવ્યું કે,આ અથડામણમાં પાકિસ્તાની આતંકવાદી બાબર માર્યો ગયો છે.તેના પાસેથી હથિયાર અને ગોળા બારૂદ મળી આવ્યા છે.પોલીસના એક જવાન શહીદ થયા છે,સેનાના 3 જવાન અને 2 નાગરિકો ઘાયલ થયા છે જેમની સારવાર ચાલી રહી છે.

Share Now