- દેશમાં 100 ધનિકોની સંપત્તિ રૂ.23.14 લાખ કરોડ વધી.2021માં કોરોના મહામારીમાં ધનકૂબેરો વધીને 142 થયા જ્યારે 4.62 કરોડ લોકો ગરીબીમાં ધકેલાયા
નવી દિલ્હી : કોરોનાકાળ દરમિયાન વિશ્વની સાથે ભારતમાં પણ આર્થિક અને આવકની અસમાનતામાં વૃદ્ધિ જોવા મળી છે.ભારતમાં અબજોપતિની સંખ્યા 40 વધી હવે 142 થઇ છે.આ ઉપરાંત,સૌથી ધનવાન 100 વ્યક્તિઓ પાસે જે સંપત્તિ છે તેમાં રૂ.23.14 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે સામે 4.60 કરોડ ભારતીયો અતિશય ગરીબીમાં ધકેલાઈ ગયા છે.
સૌથી ધનવાન વ્યક્તિઓની જે સંપત્તિ છે તેની સામે દેશના સૌથી નીચલા વર્ગના 55.5 કરોડ વ્યક્તિઓની સંપત્તિ વર્ષ 2021માં એકસમાન થઇ ગઈ હોવાનો અહેવાલ વૈશ્વિક સ્તરે નહી નફાના ધોરણે કામ કરતી સંસ્થા ઓક્સફામના સોમવારે બહાર પડેલા અહેવાલમાં સામે આવ્યું છે.ઓક્સ્ફામે માર્ચ 2020થી નવેમ્બર 2021ના કોરોના મહામારીના સૌથી વધારે અસરગ્રસ્ત સમયગાળાનો અભ્યાસ કરી આર્થિક અસમાનતા અંગે પણ પણ પોતના અહેવાલ ‘ઇન્કવાલિટી કિલ્સદ એટલે કે આર્થિક અસમાનતા મારી નાખે છે માં નોંધ કરી છે.
આ અહેવાલ અનુસાર જયારે ભારતના અબજોપતિની સંપત્તિ વધી રહી હતી ત્યારે 4.6 કરોડ ભારતીય ગરીબીના ખપ્પરમાં હોમાયા હતા.વિશ્વમાં ગરીબોની જે સંખ્યા આ સમયમાં વધી છે તેમાં ભારતનો હિસ્સો અર્ધા જેટલો છે.ઓક્સફામના એકઝીક્યુટીવ ડીરેક્ટર ગેબ્રેલીયા બુચરે જણાવ્યું હતું કે જે રીતે આર્થિક અસમાનતા વધી રહી છે તે એક આશ્ચર્ય નથી પણ તેની તીવ્રતા એક વિકલ્પ છે.મહામારી સામે આપણા આર્થિક માળખાના લીધે લોકો વધારે અસલામત બન્યા છે અને તેની સાથે આ કટોકટીનો પોતાના નફા માટે ધનિકોએ ફાયદો ઉઠાવ્યો છે,દ એમ ગેબ્રેલીયાએ જણાવ્યું હતું.આ અહેવાલમાં જણાવ્યું છે કે આર્થિક અસમાનતા એ આર્થિક અપરાધ છે અને તેના કારણે જેમની પાસે આરોગ્ય,ભૂખમરા,જળવાયુ પરિવર્તન સામે લડવાની શક્તિ નહી હોવાથી દૈનિક 21,000 જેટલી વ્યક્તિઓએ મરવું પડે છે.
કોરોનાકાળ દરમિયાન દેશમાં આર્થિક વહેંચણી અસમાન બનતા અમીર અને ગરીબ વચ્ચેની ખીણ વધારે પહોંચી થઇ ગઇ છે.મહામારીને કારણે છેલ્લા એક વર્ષમાં દેશમાં 84 ટકા પરિવારોની આવક કે કમાણીમાં જંગી ઘટાડો થયો છે.દેશના સૌથી વધુ ધનવાન 98 અબજોપતિઓ પાસે લગભગ રૂ. 49.27 લાખ કરોડની સંપત્તિ છે,જે આથક ધોરણે નીચલા સ્તરના 55.5 કરોડ લોકોની કુલ સંપતિ જેટલી છે.
એટલું જ નહી,આવકની અસમાનતા પુરૂષ અને મહિલાઓની સંપત્તિ વચ્ચે પણ જોવા મળી રહી છે.ઓક્સફામના અહેવાલ અનુસાર મહિલાઓની સંપત્તિમાં રૂ.59.11 લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો છે જયારે વર્ષ 2019ની સરખામણીએ હવે 1.3 કરોડ મહિલાઓ પાસે કોઈ કામ નથી.આવી સ્થિતિ 135 વર્ષ અગાઉ જોવા મળી રહી હતી.
કોરોના મહામારી દરમિયાન દેશના 84 ટકા પરિવારોની કમાણી ઘટતા ભારતમાં ગરીબી ચિંતાજનક દરે વધી છે.ઓક્સફેમના રિપોર્ટ મુજબ વર્ષ 2020માં દક્ષિણ એશિયન રાષ્ટ્રમાં ગરીબોની સંખ્યા બમણી વધીને 13.4 કરોડે પહોંચી ગઇ છે.એક અન્ય અહેવાલ મુજબ દૈનિક મહેનતાણું મેળવતા શ્રમિકો,સ્વરોજગારી મેળવનાર અને બેરોજગારોએ સૌથી વધુ આત્મહત્યા કરી છે.