- આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે
લખનઉ : આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.ભાજપે ગોરખપુર સદર વિધાનસભા સીટ પરથી સીએમ યોગીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.આ પહેલા 18 જાન્યુઆરીના રોજ નોઈડામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આઝાદે કહ્યું હતું કે,જો તેમની પાર્ટી કહેશે તો તેઓ સીએમ યોગી સામે ચૂંટણી લડી શકે છે.
આ પહેલા મંગળવારે ચંદ્રશેખર આઝાદે કહ્યું હતું કે,અમારી પાર્ટી રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડશે.તેમણે 33 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી.આઝાદે જ્યાં ઉમેદવારોની જાહેરાત કરી હતી તેમાં સિરાથુ,નોઈડા,મેરઠ કેન્ટ, એતમાદપુર,ગંગોહ,હસ્તિનાપુરનો સમાવેશ થાય છે.
ચંદ્રશેખર આઝાદ પહેલા સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવા માંગતા હતા.જો કે,અખિલેશ સાથે સીટો વિશે વાત બની નહોતી,ત્યાર બાદ તેમણે યુપીમાં એકલા હાથે ઉતરવાની જાહેરાત કરી હતી.અખિલેશ યાદવે પોતાને નાનો ભાઈ ગણાવ્યો ત્યારે ચંદ્રશેખર આઝાદે કહ્યું હતું કે હું વકીલ છું અને ભણેલો છું.અમે સહકાર અને ટિપ્પણીની ભાષા સમજીએ છીએ.