- કોરોના, ફુગાવો, બેરોજગારી જેવા મુદ્દે બાઈડેનની કામગીરી અમેરિકનોને પસંદ પડી નથીઃ માત્ર ૨૮ ટકા જ તેમને ફરીથી પ્રમુખ બનાવવાના પક્ષમાં
અમેરિકાના પ્રમુખ જો બાઈડેને વ્હાઈટ હાઉસમાં એક વર્ષ પૂરું કર્યું.પરંતુ આ એક જ વર્ષમાં તેમની લોકપ્રિયતામાં મોટું ગાબડું પડયું છે.સર્વેક્ષણમાં તારણ અપાયું છે કે માત્ર ૨૮ ટકા અમેરિકન નાગરિકો જ તેમને બીજી વખત પ્રમુખ બનાવવાના પક્ષમાં છે.મોટાભાગના તેમની કામગીરીથી ખુશ નથી.
અમેરિકાના પ્રમુખ જો બાઈડેને સત્તામાં એક વર્ષ પૂરું કર્યું છે.એક વર્ષમાં તેમની કામગીરીના લેખા-જોખાં શરૃ થયા છે.એ દરમિયાન એસોસિએટ પ્રેસ અને શિકાગો યુનિવર્સિટી સંલગ્ન રીસર્ચ એજન્સી એનઓઆરસીના સર્વેક્ષણમાં જણાયું હતું કે મોટાભાગના અમેરિકનો બાઈડેનની કામગીરીથી બહુ ખુશ જણાતા નથી.
સર્વેક્ષણ પ્રમાણે માત્ર ૨૮ ટકા અમેરિકનો બાઈડેનને ૨૦૨૪માં ફરીથી પ્રમુખપદે જોવા ઈચ્છે છે.તે સિવાયના મોટાભાગના નાગરિકો બાઈડેનન કામગીરીથી નાખુશ છે.અગાઉના સર્વેક્ષણોમાં બાઈડેનની સ્વીકૃતિ ૫૬ ટકા હતી.અફઘાનિસ્તાનમાં જે અરાજકતા સર્જાઈ હતી એ વખતે બાઈડેનનું રેટિંગ ગગડીને ૫૦ ટકા પહોંચ્યું હતું.ત્યારબાદ કોરોના મહામારીની નવી લહેર આવી ત્યારે રેટિંગ ઘટીને ૪૩ ટકા થયું હતું. હવે એમાંથી એ ટકાવારી ૨૮ થઈ ગઈ છે.
નારાજગીના કારણોમાં કોરોના,ફુગાવો,બેરોજગારી મુખ્ય છે.બાઈડેન ધારણાં પ્રમાણે રોજગારી સર્જી શક્યા નથી.
ટ્રમ્પના સમયગાળામાં બેરોજગારીનો જે દર હતો,એમાં ખાસ મોટો ફરક પડયો નથી.ટ્રમ્પ સામે અમેરિકનોની નારાજગીનું મુખ્ય કારણ કોરોના મેનેજમેન્ટ હતું.કોરોના મેનેજમેન્ટમાં ટ્રમ્પની નિષ્ફળતાએ જ તેમની જીતની બાજી હારમાં ફેરવી હતી.અમેરિકામાં હજુ પણ કોરોના મેનેજમેન્ટ અસરકારક નથી એવી ફરિયાદ ઉઠે છે.ટ્રમ્પે દાવો કર્યો હતો કે સૌથી પહેલું કામ એ દિશામાં કરવામાં આવશે,પરંતુ અમેરિકન નાગરિકો તેમની કામગીરીથી ખુશ થયા નથી.