નવી દિલ્હી,તા.22.જાન્યુઆરી શનિવાર : ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન માટેનુ મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાવાનુ છે.
આ માટે ખેલાડીઓનુ રજિસ્ટ્રેશન 20 જાન્યુઆરી સુધી કરવામાં આવ્યુ હતુ.જેમાં 19 દેશોના 1214 ક્રિકેટરોનુ રજિસ્ટ્રેશન થયુ છે.આ પૈકી 896 ભારતીય અને 318 વિદેશી ક્રિકેટરો છે.જોકે આ ઓક્શન માટેની અંતિમ યાદી નથી.તેમાંથી હજી ખેલાડીઓની છટણી થશે.અંતિમ લિસ્ટમાં પસંદગીના ખેલાડીઓને જ સામેલ કરાશે.આ વખતે 15મી સીઝનમાં 10 ટીમો સામેલ થવાની છે.લખનૌ અને અમદાવાદ નવી બે ટીમો છે.
રજિસ્ટ્રેશન કરાવનારા પૈકી 270 ખેલાડીઓ એવા છે જે પોતાના દેશ માટે ઓછામાં ઓછી એક મેચ રમી ચુકયા છે.જ્યારે 903 ખેલાડીઓ એવા છે જે પોતાના દેશ વતી એક પણ મેચ રમ્યા નથી.41 ક્રિકેટરો એવા દેશના છે જે દેશોને ટેસ્ટ મેચ રમવા માટે મંજૂરી નથી મળી નથી.આઈપીએલની એક ટીમ ઓછામાં ઓછા 18 ખેલાડીઓ તથા વધારેમાં વધારે 25 ખેલાડીઓને પોતાની સાથે રાખી શકે છે.જેનો મતબલ છે કે, તમામ ટીમો ભેગા
થઈને પણ મહત્તમ 250 ખેલાડીઓ જ ઓક્શનમાં ખરીદી શકશે.33 ક્રિકેટરોને વિવિધ ટીમો પહેલા જ રીટેન કરી ચુકી છે.આ સંજોગોમાં મેગા ઓક્શનમાં મહત્તમ 217 ખેલાડીઓની જ હરાજી થશે.
ભારતના 61 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.આ ક્રિકેટરો ભારત માટે ઓછામાં ઓછી એક મેચ રમી ચુકયા છે.જ્યારે 143 ભારતીય ક્રિકેટર એવા છે જે પહેલા આઈપીએલ રમી ચુકયા છે પણ ભારતનુ પ્રતિનિધિત્વ કરી શક્યા નથી.
692 ભારતીય ક્રિકેટરો એવા છે જેમણે ભારત વતી એક પણ મેચ રમી નથી.જાણો કયા દેશના કેટલા ખેલાડીઓનુ રજિસ્ટ્રેશન થયુ છે.
ભારત : 896,અફઘાનિસ્તાન : 20,ઓસ્ટ્રેલિયા : 59,બાંગ્લાદેશ : 9,ઈંગ્લેન્ડ : 30,આયર્લેન્ડ : 3,ન્યૂઝીલેન્ડ : 29,દક્ષિણ આફ્રિકા : 48,શ્રિલંકા : 36,વેસ્ટ ઈન્ડિઝ : 41,ઝિમ્બાબ્વે : 2,ભૂટાન : 1,નામિબિયા : 5,નેપાળ : 15,નેધરલેન્ડ : 1,ઓમાન : 3,સ્કોટલેન્ડ : 1,યુએઈ : 1,અમેરિકા : 14