– કોવિડનો કુલ આંકડો વધીને 1,88,460 પર પહોંચ્યો
સુરત શહેરમાં સતત કોરોના પગ પેસારો કરી રહ્યો છે.આજે ઘટાડા સાથે એક જ દિવસમાં સુરત 2576 કેસ નોંધાયા છે.આ સાથે શહેર જિલ્લામાં ચાર દર્દીના મોત થયા છે.જ્યારે 2608 દર્દી ડિસ્ચાર્જ થયા છે.સુરત શહેરના રાંદેર ઝોનમાં સૌથી વધુ 593 કેસ નોંધાયા છે.
એક્ટિવ કેસ વધીને 25,694 થયા
કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે.સુરત શહેર જિલ્લામાં 1133 કેસના ઘટાડા સાથે નવા 2576 કેસ નોંધાયા છે.જેથી કોવિડનો કુલ આંકડો વધીને 1,88,460 પર પહોંચ્યો છે.જ્યારે 4 મોત સાથે મૃત્યુઆંક વધીને 2144 થયો છે.આજે શહેરમાંથી 2608 દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે.જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,60,640 થયો છે. હાલ શહેર અને જિલ્લાના મળીને કુલ 25,694 એક્ટિવ કેસ છે.
ત્રણ સોસાયટી ક્લસ્ટર જાહેર કરાઈ
7 વ્યક્તિઓ વરાછા ઝોન-બીના પુણા સીમાડા વિસ્તારના સહયોગ સોસાયટીમાં નોંધાયા છે.9 વ્યક્તિઓ ઉધના ઝોન-એના ભેસ્તાન વિસ્તારના સંગમ સોસાયટીના એક જ વિસ્તારમાં નોંધાયા છે.15 વ્યક્તિઓ ઉધના ઝોન-બીના ગર્ભણી વિસ્તારના રામેશ્વર નગરમાં નોંધાયા છે.જેથી તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે.
શહેરમાં વધુ 27 વિદ્યાર્થીઓ સંક્રમિત વરાછાની તાપી કોલેજ બંધ કરાવાઈ
શુક્રવારે વરાછા ઝોનની તાપી કોલેજમાં કુલ 3 વિદ્યાર્થીઓ તથા સ્ટાફ પોઝીટીવ આવતા બંધ કરાવવામાં આવી છે.શહેરમાં કુલ 27 વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા છે.જેમાં DPS,SVNIT,SD જૈન,ભૂલકા વિહાર,લાન્સર આર્મી,સેવન્થ ડે,શારદાયતન,ગજેરા સ્કૂલ,વિવેકાનંદ કોલેજ,ગુરુકુળ,PP સવાણી સહિતની સ્કૂલ-કોલેજોમાં વર્ગો બંધ કરાવી 378નું કોન્ટેકટ ટ્રેસિંગ કરાયું છે.
કતારગામ-ગોતાલાવાડીની 2 વૃદ્ધાનાં મોત
શહેરમાં 2 દર્દીનાં મોત નિપજ્યાં છે. જેમાં કતારગામના 75 વર્ષીય વૃદ્ધાને 19મીએ સ્મીમેરમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું તેમને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારી પણ હતી.આ જ રીતે ગોતાલાવાડી રહેતા 65 વર્ષીય વૃદ્ધાને 12મીએ સ્મીમેરમાં દાખલ કરાયા હતા.શુક્રવારે તેમનું પણ મોત નીપજ્યું હતું.જ્યારે જિલ્લામાં માંડવી ના રહેવાસી 63 વર્ષીય વૃદ્ધનું પણ કોરોનાની સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.