કોંગ્રેસ યુક્ત ભાજપ, ત્યાં પણ બધા પોતાના જ છે, આરપીએન સિંહની પાર્ટીમાંથી વિદાય પર શશિ થરૂરે કર્યો કટાક્ષ

197

– કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે આરપીએન સિંહ પર હુમલો બોલતા તેમને કાયર ગણાવ્યા હતા

નવી દિલ્હી,તા.26 જાન્યુઆરી,બુધવાર : કોંગ્રેસના સીનિયર નેતા આરપીએન સિંહના ભાજપમાં સામેલ થવા પર પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરે કટાક્ષ કર્યો છે.કોંગ્રેસ નેતાએ પોતાની શૈલીમાં કટાક્ષ કરતા પરિવર્તન વિશે કહ્યું કે હવે ત્યાં પણ બધા પોતાના છે.એટલું જ નહીં તેમણે તેને કોંગ્રેસ યુક્ત ભાજપ જણાવતા કવિતાની શૈલીમાં ટ્વીટ કર્યું, છોડીને જઈ રહ્યા છે ઘર પોતાનું,કદાચ તેમના કેટલાક બીજા સપના હશે.હવે ત્યાં પણ બધા પોતાના છે,હવે અહીં પણ બધા પોતાના છે.(કોંગ્રેસ યુક્ત ભાજપ) આરપીએન સિંહના પાર્ટી બદલવાને લઈને કોંગ્રેસના કોઈ પણ નેતા તરફથી આવેલી અત્યાર સુધીની સૌથી રસપ્રદ પ્રતિક્રિયા છે.

આરપીએન સિંહે મંગળવારે જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને રાજીનામું આપી દીધુ હતું.ત્યર બાદ થોડા જ સમયમાં તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા.કોંગ્રેસ છોડવા પર આરપીએન સિંહે જણાવ્યું કે,કેટલાય વર્ષોથી લોકો મને કહી રહ્યા હતા કે,મારે ભાજપમાં જોડાવું જોઈએ પરંતુ હું મોડો આવ્યો પણ સ્વસ્થ આવ્યો.એની સાથે જ કોંગ્રેસ પર વાર કરતા આરપીએન સિંહે જણાવ્યું કે, હવે તે પાર્ટી બદલાઈ ગઈ છે અને પહેલા જેવી નથી રહી.યુપીના પડનૌરાથી આવનાર આરપીએન સિંહનો પૂર્વાંચલના કેટલાક જિલ્લાઓમાં પ્રભાવ માનવામાં આવે છે અને ભાજપ તેને રાજ્યમાં પોતાની સફળતા તરીકે જોઈ રહ્યું છે.

આરપીએન સિંહના કોંગ્રેસ છોડવા પર પાર્ટી તરફથી તીખી પ્રતિક્રિયા જોવા મળી હતી.કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે આરપીએન સિંહ પર હુમલો બોલતા તેમને કાયર ગણાવ્યા હતા.શ્રીનેતે જણાવ્યું હતું કે, કોંગ્રેસની લડાઈ વિચારધારાની લડાઈ છે અને આ લડાઈને કોઈ કાયર નહીં લડી શકે.આ અગાઉ યુપીના જ કેટલાય દિગ્ગજ કોંગ્રેસી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઈ ચુક્યા છે.આ નેતાઓમાં રીટા બહુગુણા જોશી,જિતિન પ્રસાદ,જગદંબિકા પાલ જેવા નેતાઓનો સમાવેશ થાય છે.આ સિવાય તાજેતરમાં જ સહારનપુરના ધારાસભ્ય ઈમરાન મસૂદ પણ સપામાં જોડાયા છે.

Share Now