– આગામી 14 ફેબ્રુઆરીએ ગોવાની 40 વિધાનસભા સીટો પર મતદાન થશે અને 10 માર્ચે મત ગણતરી કરવામાં આવશે
નવી દિલ્હી,તા.26 જાન્યુઆરી,બુધવાર : ગોવા વિધાનસભા ચૂંટણીની 40 સીટો માટે ભારતીય જનતા પાર્ટીએ બીજી યાદી રજૂ કરી દીધી છે.આ વખતે ભાજપે 6 નામો પર મહોર લગાવી છે.આ યાદીમાં એક મહિલા ઉમેદવારને પણ સામેલ કરવામાં આવ્યા છે.આ અગાઉ ભાજપે પ્રથમ યાદીમાં 34 લોકોના નામ ફાઈનલ કર્યા હતા.
બુધવારે ગણતંત્ર દિવસના અવસર પર ભાજપે ગોવા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી રજૂ કરી છે.આ નવી યાદીમાં ભાજપે 6 ઉમેદવારોના નામ પર મહોર લગાવી છે.આ નામોમાં રાજેશ તુલસીદાસ પાટનેકર,જોસેફ રોબોર્ટ,એન્ટોનિયો ફર્નાડીઝ,જનિતા પાંડુરંગ મેડકેલકર,નારાયણજી નાયક અને એંટોની બારબોસનું નામ સામેલ છે.
આ અગાઉ ભાજપે પ્રથમ લિસ્ટમાં 34 ઉમેદવારોના નામ ફાઈનલ કર્યા હતા.સીએમ પ્રમોદ સાવંત સાંખલીથી ચૂંટણી લડશે. ભાજપ ગોવા ચૂંટણી માટે પોતાના બધા ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂક્યું છે.આ નામોમાં પૂર્વ સીએમ અને દિવંગત મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલનું નામ નથી.નોંધનીય છે કે,આગામી 14 ફેબ્રુઆરીએ ગોવાની 40 વિધાનસભા સીટો પર મતદાન થશે અને 10 માર્ચે મત ગણતરી કરવામાં આવશે.