નવી દિલ્હી,તા.26.જાન્યુઆરી બુધવાર : આજે ગણતંત્ર દિવસ નિમિત્તે યોજાયેલી પરેડ દરમિયાન બીએસએફની મહિલા શક્તિએ લોકોના દિલ જીતી લીધા હતા.
સામાન્ય રીતે પરેડ દરમિયાન બુલેટ પર જવાનો કરતબ બતાવતા હોય છે ત્યારે આજે બીએસએફની મહિલા સૈનિકોની બુલેટ ટીમને પણ પરેડમાં સામેલ કરવામાં આવી હતી.
બોર્ડર સિક્યુરિટી ફોર્સની સીમા ભવાની તરીકે ઓળખાતી મહિલાઓની બુલેટ ટીમે રાજપથ પર જાત જાતના કરતબ બતાવીને હાજર લોકોનેદંગ કરી દીધા હતા.
આ દરમિયાન બુલેટ પર એક સાથે ચાલીસ જેટલી મહિલા સૈનિકોએ પિરામીડ પણ બનાવ્યો હતો.
જે પ્રકારે બીએસએફના પુરષ સૈનિકો મોટર સાયકલ પર કરતબ બતાવતા હોય છે તેવા જ કરતબ આ મહિલા સૈનિકોએ પણ બતાવ્યા હતા અને નારી શક્તિની અદભૂત મિસાલ રજૂ કરી હતી.