– મુંબઇ : કોરોનાની ત્રીજી લહેરને પગલે ફિલ્મોની રિલીઝ ડેટમાં ફેરફારનો સિલસિલો ચાલી રહ્યો છે.શુક્રવારે સંજય લીલા ભણસાલીએ તેમની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી હતી.આ ફિલ્મ ફેબ્રુઆરીમાં એક સપ્તાહ મોડી સિનેમાઘરોમાં આવશે.
ભણસાલી પ્રોડક્શન્સે સોશિયલ મીડિયા પર નવી રિલીઝ ડેટની જાહેરાત કરી,જે મુજબ ગંગુબાઈ કાઠિયાવાડી હવે 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવશે.આ ફિલ્મની ત્રીજી રિલીઝ ડેટ છે.આ ફિલ્મ પહેલીવાર 7 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની જાહેરાત કરવામાં આવી હતી.
જો કે,તે સમયે આરઆરઆર 6 જાન્યુઆરીએ આવવાની હતી.તેથી ગંગુબાઈ કાઠિયાવાડીની રિલીઝ તારીખ 18 ફેબ્રુઆરી કરવામાં આવી.ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટ ટાઈટલ રોલમાં જોવા મળશે.આ ફિલ્મનું દિગ્દર્શન પણ ભણસાલીએ કર્યું હતું.ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા સાથે અજય દેવગણ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
નોંધનીય છે કે,ગંગુબાઈ કાઠિયાવાડી એસ હુસૈન ઝૈદીના પુસ્તક’માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ના એક પ્રકરણથી પ્રેરિત છે.ગંગુબાઈ 1960ના દાયકા દરમિયાન કમાથીપુરાની સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાંની એક હતી.સંજય લીલા ભણસાલીની આ દસમી ફિલ્મ છે અને તે એવા સમયે આવી રહી છે જ્યારે તેમની કારકિર્દીના 25 વર્ષ પૂરા થયા છે.બીજી બાજુ,આ ફિલ્મ સિવાય આલિયા ‘RRR’માં પણ છે.તે રણબીર કપૂર સાથે અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’માં પણ જોવા મળશે.