1947થી બજેટ બેગમાં, 2019માં ખાતાવહીમાં, હવે ડિજિટલ સ્વરૂપમાં

439

વાજપેયીના સમયે સરકારે ગુલામી કાળથી ચાલતો બ્રિટનને અનુકૂળ બજેટનો સમય બદલ્યો

રાજકોટ : તા.1 ફેબુ્રઆરી,મંગળવારે સવારે 11 વાગ્યે કેન્દ્રીય અંદાજપત્ર નાણામંત્રી જાહેર કરશે ત્યારે આ બજેટ રજૂ કરવાની પ્રથા અને પરંપરામાં ઘણા ફેરફારો કરાયા છે. સ્વતંત્ર ભારતનું પ્રથમ સૂચિત અંદાજપત્ર તા.26-11-1947ના પ્રથમ નાણામંત્રી આર.કે.શણ્મુખમ્ રેડ્ડીએ રૂ।.171 કરોડની આવક,રૂ।.24.59 કરોડની ખાધ સાથે રજૂ કર્યું ત્યારથી બજેટ લેધર બેગમાં કે બ્રીફકેસમાં નાણામંત્રી લાવે તેવી પરંપરા હતી

પરંતુ, 2019માં આ પરંપરા બદલીને વહી-ખાતા કે જે ગુજરાતીમાં ખાતાવહી (પરંપરાગત લાલ કપડું વિંટાળેલ) પણ કહેવાય છે તેમાં રજૂ થયું હતું પરંતુ,ગત વર્ષ 2021માં કોરોના કાળને ધ્યાને લઈને આ બજેટ ડીજીટલ સ્વરૂપમાં રજૂ થયું અને સરકારના વલણ મૂજબ આ વર્ષે પણ એ રીતે રજૂ થવાની શક્યતા છે.

બ્રીફકેસમાં બજેટ લાવવાની પરંપરા 72 વર્ષ સુધી કેમ ચાલી? મૂળ બજેટ શબ્દ લેટીન શબ્દ બુલગા શબ્દ કે જે કાળક્રમે બાઉજ,બાઉજેટ અને છેલ્લે અંગ્રેજીમાં બજેટ બન્યો છે તેનો એક આૃર્થ થાય છે લેધર પર્સ કે બેગ. આ દ્રષ્ટિએ ભારતીય શબ્દ અંદાજપત્ર વધુ ઉચિત જણાય છે પરંતુ,વિશ્વભરમાં આજે પણ બજેટ શબ્દ જ પ્રચલિત છે.

ઇ.સ.1998 સુધી બજેટ સાંજે 5 વાગ્યે જાહેર થતું હતું.આ સમય નક્કી થવાનું કારણ ગુલામીકાળમાં છુપાયેલું છે.બ્રીટીશ સલ્તનતે જેમ્સ વિલ્સન નામના સ્કોટીશ બીઝનેસમેનની નિમણુક કરી હતી,જેણે તા.18-2-1860માં ભારતનું બજેટ રજૂ કર્યું.જો કે આ બજેટ ભારતીય સિૃથતિ મૂજબ અવ્યવહારૂં હતું.

પરંતુ,બજેટની શરૂઆત અંગ્રેજોએ કરી હોય ઈ.1947 સુધી બ્રિટેનના સમય મૂજબ ચાલતું.ભારતમાં સાંજે 5 વાગ્યે ત્યારે ત્યાં ઓફિસ શરૂ થવાનો સમય સવારના 11.30 હોય.ઈ.સ. અટલબિહારી વાજપેયી વડાપ્રધાન હતા અને યશવંત સિંહા નાણામંત્રી હતા ત્યારે આ સમય બદલાવીને ભારતીય સમય 11 વાગ્યાનો કરાયો.

Share Now