– ન્યુ ઝીલેન્ડના વડાપ્રધાન જેસિકા આર્ડનને કોરોના : રશિયામાં ઓમિક્રોનના નવા 1.24 લાખ કેસ નોંધાયા,621નાં મોત
વોશિંગ્ટન : કોરોના મહામારીના નવા નવા વેરિઅન્ટ સતત પેદાં થતાં રહેતા લોકો માટેેે રાહતનો શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું છે.દુનિયાભરમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 37.43 કરોડ થઇ ગઇ છે. જ્યારે કોરોનાનો કુલ મરણાંક 56.83 કરતાં વધી ગયો છે.
યુરોપમાં ઓમિક્રોનનો ચેપ પૂરઝડપે ફેલાઇ રહ્યો છે તો રશિયા અને ફ્રાન્સ કોરોનાના નવા હોટ સ્પોટ બન્યા છે.રશિયામાં કોરોનાના કેસોની સંખ્યા અને મરણાંક સતત વધી રહ્યો છે તો બીજી તરફ ઘણાં નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.
રશિયામાં છેલ્લા ઘણાં દિવસોથી કોરોનાના નવા કેસોની સરેરાશ સંખ્યા એક લાખ કરતાં વધારે રહી છે.આજે પણ રશિયામાં કોરોનાના નવા 1,24,070 કેસો અને 621 જણાના મોત નોંધાયા હતા.ગઇકાલે પણ રશિયામાં કોરોનાના 1,21,228 કેસો નોંધાયા હતા.રશિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 11,861,077 ઍને મરણાંક 3,31,349 થઇ ગયો છે.
બીજી તરફ ફ્રાન્સમાં કોરોનાના નવા 2,49,448 કેસો નોંધાયા છે.ફ્રાન્સમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 19,058,073 થઇ છે જ્યારે મરણાંક 1,30,583 થયો છે.ન્યઝીલેન્ડની વડાપ્રધાન જેસિન્ડા આર્ડેનને કોરોનાનો ચેપ લાગ્યો છે.તો ઇરાકના વિદેેશપ્રધાન ફવાદ હુસેનને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.
ભારતના વિદેશ પ્રધાન એસ.જયશંકરને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.ઇઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટે જણાવ્યું હતું કે ઇઝરાયલમાં ઓમિક્રોનનો કેર ઘટી રહ્યો છે.પણ આને કોરોના મહામારીનો અંત ગણવો તે બેવકૂફી ગણાશે.ઇઝરાયલમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 2,830,161 અને મરણાંક 8,725 થયો છે.