કોરોનાના નવા 2.09 લાખ કેસ : મધ્ય પ્રદેશ,બંગાળમાં સ્કૂલો ખુલશે

173

કર્ણાટકમાં કોરોનાના નવા 24 હજાર કેસો, 56 લોકોનાં મોત : બંગાળમાં મુંબઇ-દિલ્હી-યુકેની ફ્લાઇટ્સને મંજૂરી

નવી દિલ્હી
: કોરોના મહામારી વચ્ચે કેસોની ગતી થોડી ધીમી પડી છે.એવામાં પશ્ચિમ બંગાળ સહિતના કેટલાક રાજ્યોમાં સ્કૂલ કોલેજો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.પશ્ચિમ બંગાળમાં 3 ફેબુ્ર.થી સ્કૂલ અને કોલેજોને ફરી ખોલવામાં આવશે.જ્યારે દિલ્હી અને મંુબઇની દૈનિક ફ્લાઇટ્સને પણ છૂટ આપવામાં આવી છે.કોરોનાના દેશભરમાં નવા 2.09 લાખ કેસો સામે આવ્યા છે.જે અગાઉ સામે આવેલા દૈનિક કેસો કરતા ઘણા ઓછા છે.

બંગાળમાં ધોરણ આઠથી 12ની સ્કૂલોને ખોલવામાં આવશે.તેવી જ રીતે દિલ્હી અને મુંબઇથી ફ્લાઇટ્સને ઉડવાની પણ છૂટ પશ્ચિમ બંગાળ દ્વારા આપવામાં આવી છે.બ્રિટનથી કોલકાતા વચ્ચે ચાલતી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ પણ કેટલીક શરતો સાથે ઉઠાવી લેવામાં આવ્યો છે.જેમાં મુસાફરોએ ફરજિયાત પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે.

ઓડિશામાં રાત્રી કરફ્યૂને હળવો કરવામાં આવ્યો છે.રાજ્યમાં રાત્રી કરફ્યૂમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે.તે સાથે જ ઓડિશાની સ્કૂલોમાં સરસ્વતી પૂજાને પણ છૂટ આપવામાં આવી છે.શહેરી વિસ્તારોમાં રાત્રી કરફ્યૂ રાત્ર 10 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી અમલમાં રહેશે.જે અગાઉ રાત્રે નવ લાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી હતો.

બીજી તરફ દેશભરમાં કોરોનાના નવા 2.09 લાખ કેસો સામે આવ્યા છે.અને વધુ 959 લોકોના મોત નિપજ્યા છે.તેવી જ રીતે એક્ટિવ કેસોમાં 53 હજારનો વધારો થઇને આંકડો 18.31 લાખની આસપાસ પહોંચ્યો છે.કર્ણાટકમાં કોરોનાના નવા 24 હજાર કેસો સામે આવ્યા છે જ્યારે 56 લોકોના મોત નિપજ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે દેશના યુવાઓમાં 90 ટકાએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લઇ લીધો છે. બંગાળ ઉપરાંત મધ્ય પ્રદેશમાં પણ પહેલી તારીખથી સ્કૂૂલો ખોલી નાખવામાં આવશે.જોકે 50 ટકા લોકોને જ હાજર રહેવાની છૂટ અપાશે.

Share Now