Budget 2022 : નાણામંત્રીની જાહેરાત, આગામી ત્રણ વર્ષમાં 400 વંદે ભારત ટ્રેન દોડશે

424

નવી દિલ્હી,તા.01,ફેબ્રુઆરી,મંગળવાર : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે.આ બજેટમાં યુવાનોને 16 લાખ નોકરીઓ આપવાનું વચન આપવામાં આવ્યું છે.આ બજેટથી આગામી 25 વર્ષનો પાયો નાખવામાં આવશે.આ બજેટમાં તમામ માટે કંઈકને કંઈક છે.નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે,આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો તૈયાર કરવામાં આવશે.

પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ છે કે,આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો તૈયાર કરવામાં આવશે તેની સાથે જ આગામી ત્રણ વર્ષમાં 100 પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ તૈયાર કરવામાં આવશે અને 8 નવી રોપ-વેનું નિર્માણ કરવામાં આવશે.વંદે ભારત ટ્રેન એ દેશની પ્રથમ સ્વદેશી ટેકનિકથી નિર્મિત સેમી હાઈ સ્પીડ ટ્રેન છે.

નેશનલ હાઈ-વેની લંબાઈ વધશે
સાથે જ નાણામંત્રીએ જણાવ્યું કે,2022-23ની વચ્ચે નેશનલ હાઈવેની લંબાઈને 25,000km સુધી વધારવામાં આવશે.પહાડી વિસ્તારોની પર્વતમાળાઓને PPP મોડ પર લાવવામાં આવશે.

શું છે વંદે ભારત ટ્રેન
વંદે ભારત ટ્રેન અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે.આ ટ્રેનમાં ઓન બોર્ડ વાઈ-ફાઈ,જીપીએસ આધારિત યાત્રી ઈન્ફોર્મેશન સિસ્ટમ, સુંદર આંતરિક સજાવટ,વેક્યુમ શૌચાલય,એલઈડી લાઈટ, દરેક સીટની નીચે ચાર્જિંગ પોઈન્ટ, દરેક સીટની નીચે રીડીંગ લાઈટ, ઈન્ટેલિજન્ટ એર કંડીશનિંગ સિસ્ટમ, દિવ્યાંગો માટે વ્હીલ ચેરના ઉપયોગથી ટ્રેનમાં ચઢવાની સુવિધા, તેમના માટે અલગ શૌચાલય, સીસીટીવી, ફાયર ફાઈટિંગ સિસ્ટમ, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર જેવી સુવિધાઓ છે.

Share Now