યુટ્યુબ પર પ્રધાનમંત્રી મોદીએ દુનિયાભરના નેતાઓને પાછળ છોડ્યા,36 લાખ સબસ્ક્રાઈબર સાથે બીજા સ્થાને બ્રાઝિલના રાષ્ટ્રપતિ વોલ્સોનારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબર 1 કરોડથી ઉપર પહોંચી ચૂક્યા છે અને તે આ મામલે વિશ્વના ટોચના નેતાઓથી આગળ છે.જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા તે સમયે વર્ષ 2007ના ઓક્ટોબર મહિનામાં તેમની ચેનલ શરુ કરવામાં આવી હતી.તેમની યુટ્યુબ ચેનલ અપલોડેડ વિવિધ વીડિયોના અત્યાર સુધીમાં 164.31 કરોડથી વધુ વ્યૂઝ થયા છે.
PM મોદીની સૌથી વધુ જોવાયેલી વીડિયોમાં વર્ષ 2019માં દિવ્યાંગોએ કાશીમાં તેમનું કરેલું સ્વાગત,ISRO ના તત્કાલીન વડા કે સિવાન સાથેની ઈમોશનલ ક્લિપ અને બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારને આપેલું ઈન્ટરવ્યુનો સમાવેશ થાય છે.
યુટ્યુબ સબસ્ક્રાઈબર મામલે વિશ્વના અન્ય નેતાઓની વાત કરીએ તો,બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો કુલ 36 લાખ સબસ્ક્રાઈબર સાથે આ યાદીમાં બીજા ક્રમે છે,જ્યારે મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 30.7 લાખ સબસ્ક્રાઈબર સાથે ત્રીજા ક્રમે છે.અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનની યૂટ્યૂબ ચેનલ પર 7.03 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે.
આ મામલે,ભારતીય નેતાઓ સાથે સરખામણી કરવામાં આવે તો,કોંગ્રેસના રાહુલ ગાંધીના યુટ્યુબ પર 5.25 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે,કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરના 4.39 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે.પીએમ મોદીના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરોડો ફોલોઅર્સ છે.ટ્વીટર પર પ્રધાનમંત્રીના 7.5 કરોડથી વધુ ફોલોઅર્સ છે અને ફેસબુક પર તેમણે 4 કરોડથી વધુ લાઈક્સ મેળવ્યા છે.