
– રશિયાની ફ્યુનરલ કંપનીને અંતિમવિધિની કામગીરીની એડમાં ગ્લેમરનો તડકો નાખવાનો પ્રયાસ ભારે પડયો
નવી દિલ્હી : રશિયાની ફ્યુનરલ કંપનીને તાબૂતની એડમાં બિકિની મોડેલ બતાવવું મોંઘુ પડી ગયું છે.યુઝર્સ સોશિયલ મીડિયા પર કંપનીને જબરજસ્ત ટ્રોલ કરી રહ્યા છે.કંપનીએ તાબૂતની એક એડમાં કેટલીય મહિલાઓને બિકિની પહેરીને બતાવી.કેટલીક મહિલાઓ તો તાબૂત પર સૂતેલી નજરે આવી રહી છે તો કેટલીક મહિલાઓ ન્યૂડ છે.તેનો મોટાપાયા પર વિવાદ થયો છે.
કેેટલાક લોકો સવાલ કરવા લાગ્યા છે કે શું મોતની આ પ્રકારની ઘટનાઓમાં પણ સેક્સ વેચાય છે.આ જાહેરાત સોશિયલ મીડિયા પર જેવી રીતે વાઇરલ થઈ યુઝર્સે તરત જ મોસ્કો સ્થિત કંપનીને ટ્રોલ કરવા માંડી.કંપનીએ પાછો આનો વિડીયો તેના ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક પર શેર કર્યો હતો.
આ જાહેરાતનો વિડીયો વાઇરલ થયા પછી સોશિયલ મીડિયા પર કંપનીની આકરી ટીકા થઈ રહી છે. એક યુઝર્સે કોમેન્ટ કરી લખ્યું છે કે કંપનીનું મગજ બગડયું છે.જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે લોકો પોતાની મર્યાદા ભૂલી રહ્યા છે.અન્ય એક યુઝરે લખ્યું હતું કે દુઃખના સમય અને અત્યંત વ્યક્તિગત પળોની જાહેરાત માટે આપણને નગ્ન મહિલાઓની શી જરૂર છે.મોટાભાગના યુઝર્સે આ જાહેરાતને વાંધાજનક ગણાવી છે.