ઉ.પ્રદેશમાં બધા પક્ષોએ ગુનાઈત કેસો ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપી

162

અયોધ્યામાં ભાજપ નહીં સમાજવાદી પાર્ટીની સરકાર વધુ ઝડપથી રામ મંદિર બનાવીને બતાવશે : રામ ગોપાલ યાદવ

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે.આ સ્થિતિ વચ્ચે એડીઆરના એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં બધા જ પક્ષોએ ગૂનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોને પણ ટિકિટ આપી છે.જેમાં સૌથી ગંભીર આરોપો ધરાવતા ઉમેદવારોમાં સમાજવાદી પાર્ટીના ૧૭, આરએલડીના ૧૫ અને ભાજપના ૨૨ ઉમેદવારોનો સમાવેશ થાય છે.જ્યારે કોંગ્રેસે આવા ૧૧ જ્યારે બસપાએ ૧૬ ઉમેદવારોને ટિકિટ આપી છે.

તેમજ આમ આદમી પાર્ટીએ પણ પાંચ આવા ગંભીર આરોપો ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપી હતી.એડીઆર દ્વારા આવા ૬૧૫ ઉમેદવારોના સોગંદનામાની છટણી કરી છે.જેમાં સામે આવ્યું છે કે દરેક પક્ષોએ આપરાધીક બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપી છે. સપાના ૨૮માંથી ૨૧, આરએલડીના ૨૯માંથી ૧૭, ભાજપના ૫૭માંથી ૨૯, કોંગ્રેસના ૫૮માંથી ૧૯ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

બીજી તરફ સમાજવાદી પાર્ટીએ કેન્દ્રીય મંત્રીના બહેન અને પૂર્વ મંત્રીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલના બહેન પલ્લવી પટેલને તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યને પણ ટિકિટ આપી છે.જ્યારે અગાઉની અખિલેશ યાદવની સરકારમાં મંત્રી રહી ચુકેલા અભિષેક મિશ્રાને સપાએ ત્રીજા ઉમેદવાર જાહેર કર્યા છે.આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવે કહ્યું હતું કે અખિલેશ સરકાર વહેલી તકે રામ મંદિર તૈયાર કરી આપશે.રાજ્યસભામાં સપાના નેતાએ આ દાવો કર્યો હતો.રામ મંદિરનો દાવો અત્યાર સુધી ભાજપ દ્વારા વધારે કરવામા આવ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશની ચૂંટણી વચ્ચે સમાજવાદી પાર્ટી પણ તેમાં કુદી છે.

Share Now