નવી દિલ્હી,તા.03 જાન્યુઆરી,ગુરૂવાર : આમ તો બોલિવુડમાં એકથી વધીને એક સુંદર અભિનેત્રીઓ છે જેમની એક મુસ્કાન પર લાખો ચાહકો પોતાનું દિલ હારી બેસે છે પરંતુ જો મુસ્કાન ડિમ્પલ વાળી હોય તો પછી જોવાનું જ શું હોય.બોલિવૂડમાં પણ એવી ઘણી અભિનેત્રીઓ છે, જે જ્યારે હસતી હોય ત્યારે તેમના ગાલ પર એક સુંદર ખાડો નજર આવતો હોય છે જેને આપણે ડિમ્પલ કહીએ છીએ.ડિમ્પલના કારણે આ અભિનેત્રીઓની એક ખાસ ઓળખ પણ બની ગઈ છે.તેઓને મોટે ભાગે પોતાની ડિમ્પલ સ્માઈલ માટે કોમ્પલિમેન્ટસ મળતા રહે છે.આજે અમે તમને એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ,જ્યારે તેઓ હસે છે ત્યારે તેમની સુંદરતામાં તેમના ડિમ્પલ ચાર ચાંદ લગાવી દેતા હોય છે.
પ્રીતિ ઝિન્ટા
બોલિવુડમાં પ્રીતિ ઝિન્ટા ડિમ્પલ ક્વીન તરીકે પણ ઓળખાય છે.તેમની ડિમ્પલ સ્માઈલ જેટલી સુંદર લાગે છે એટલી જ માસૂમ પણ લાગે છે.1998માં આવેલી તેમની પ્રથમ ફિલ્મ “દિલ સે”માં તેમના અભિનયની પ્રશંસા થઈ એનાથી વધારે તેના ગાલ પરના ડિમ્પલ વધુ ચર્ચામાં આવ્યા હતા.પ્રીતિએ હંમેશા પોતાની સ્માઈલથી લોકોના દિલોમાં પોતાના માટે ખાસ જગ્યા બનાવી છે.
શર્મિલા ટાગોર
સત્યજીત રે ની બંગાળી ફિલ્મ “અપૂર સંસાર”થી ફિલ્મોમાં પોતાના કરિયરની શરૂઆત કરનાર શર્મિલા ટાગોરની ડિમ્પલ સ્માઈલ જોઈને કોણ પાગલ નહીં હોય? ફિલ્મ ‘કાશ્મીર કી કાલી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર શર્મિલાએ પોતાની બેજોડ સુંદરતા અને નિર્દોષ સ્મિતથી બધાને મોહિત કર્યા હતા.શર્મિલા ટાગોરની ગણતરી આજે પણ બોલિવૂડની એ અભિનેત્રીઓમાં થાય છે, જેમની સુંદરતાની લોકો મિસાલ આપે છે.
દીપિકા પાદુકોણ
ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં કારમાંથી નીચે ઉતર્યા બાદ હાથ હલાવીને પોતાના ક્યૂટ ડિમ્પલ સ્મિત સાથે બોલિવૂડમાં પગ મૂકનાર દીપિકા પાદુકોણનું સ્મિત આજે પણ તેમના ચાહકોની આંખોમાં ચિત્રની જેમ છપાયેલું છે.દીપિકાના બંને ગાલો પર બનતા ડિમ્પલ તેમની સુંદરતામાં ખુબ જ વધારો કરી દે છે.લોકપ્રિયતાની ઉંચાઈઓને સ્પર્શી રહેલી આ અભિનેત્રીની સુંદર સ્માઈલની પણ ઓછી ચર્ચા નથી થતી.