ધર્મ સંસદમાં આપેલા નિવેદનો ‘હિંદુઓના શબ્દો’ નથી : હરિદ્વાર હેટ સ્પીચ કેસ પર બોલ્યા RSS ચીફ

201

– સંઘ લોકોને વિભાજિત કરતું નથી પરંતુ મતભેદોને દૂર કરે છે

નવી દિલ્હી, તા. 07 ફેબ્રુઆરી, 2022, સોમવાર : રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રમુખ મોહન ભાગવતે રવિવારે કહ્યું હતું કે, ‘ધર્મ સંસદ’ નામના કાર્યક્રમમાં આપવામાં આવેલા કેટલાક નિવેદનો ‘હિન્દુઓના શબ્દ’ નહોતા અને હિન્દુત્વનું પાલન કરનારા લોકો તેની સાથે ક્યારેય સહમત નહીં થાય.તેઓ લોકમતના નાગપુર સંસ્કરણની સ્વર્ણ જયંતીના અવસર પર આયોજિત એક વ્યાખ્યાન શ્રેણીમાં ‘હિંદુત્વ અને રાષ્ટ્રીય એકતા’ વિષય પર બોલી રહ્યા હતા.તેમણે જણાવ્યું કે, ધર્મ સંસદમાં આપવામાં આવેલા નિવેદનો હિન્દુઓના શબ્દ નહોતા. ભાગવતે કહ્યું કે, જો હું ક્યારેક કંઈક બોલું છું તો તે હિન્દુત્વ નથી.

સંઘ પ્રમુખે કહ્યું કે, ‘વીર સાવરકરે પણ કહ્યું હતું કે જો હિંદુ સમુદાય એકજૂટ અને સંગઠિત થશે, તો તેઓ ભગવદ ગીતા વિશે બોલશે, કોઈને નષ્ટ કરવા અથવા નુકસાન પહોંચાડવા વિશે નહીં બોલે.’

ભાગવતે ‘હિન્દુ રાષ્ટ્ર’ બનવાના માર્ગે ચાલી રહેલા દેશ વિશે કહ્યું કે, આ હિન્દુ રાષ્ટ્ર બનાવવા વિશે નથી.તમે માનો કે ના માનો આ હિન્દુ રાષ્ટ્ર છે. તેમણે જણાવ્યું કે, સંઘ લોકોને વિભાજિત કરતું નથી પરંતુ મતભેદોને દૂર કરે છે.તેમણે કહ્યું કે, અમે આ હિન્દુત્વનું પાલન કરીએ છીએ.

Share Now