ફ્રાન્સના પીએમ મેક્રોએ નવું ઇસ્લામિક ફોરમ રચ્યુ : મુસ્લિમો નારાજ

182
  • અગાઉના પ્રમુખ નિકોલસ સરકોઝીએ પણ 2003માં કાઉન્સિલ ઓફ મુસ્લિમ ફેથની સ્થાપના કરી હતી

પેરિસ : જ્યોર્જિયાની ફ્રાન્સની ઇમેન્યુઅલ મેક્રો સરકારે ઇસ્લામિક ચરમ પંથનો સામનો કરવા માટે એક નવુ એકમ ધ ફોરમ ઓફ ઇસ્લામ રચવાનો નિર્ણય લીધો છે.સરકારનું કહેવું છે કે તેના દ્વારા તે ફ્રાન્સમાં ઇસ્લામને આકાર આપશે. આ એકમમાં ઇમામ અને સામાન્ય લોકો હશે,જેને ફ્રાન્સની સરકાર પસંદ કરશે. તેના ચોથા ભાગના સભ્યો મહિલાઓ હશે.ફ્રાન્સની સરકાર તરફથી બનાવવામાં આવેલું આ સંગઠન મુસ્લિમ સમાજનું માર્ગદર્શન કરવામાં મદદ કરશે.ફ્રાન્સમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચરમપંથી હુમલા વધ્યા છે.

દેશના કેટલાય નાગરિકો લડવા માટે સીરિયા ગયા છે.આવામાં કેટલાક લોકો તે વાત સાથે સંમત છે કે ઇસ્લામમાં વધતી જતી કટ્ટરતા ફ્રાન્સ માટે ભયજનક છે.આ પ્રકારના એકમના સમર્થકોનું કહેવું છે કે તે ફ્રાન્સ અને તેના 50 લાખ મુસલમાનોને સલામત રાખશે.તેની સાથે તે સુનિશ્ચિત કરશે કે ફ્રાન્સમાં મુસ્લિમ પ્રથા જાહેર જીવનમાં ધર્મનિરપેક્ષતાના મૂલ્યોને અનુરૂપ હોય.

મેક્રો સરકારના આ પગલાની આકરી ટીકા થઈ રહી છે.ટીકાકારોનું કહેવું છે કે દસમી એપ્રિલે રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવવાની છે.મેક્રોનું આ પગલું દક્ષિણપંથી મતદારોને આકર્ષવા માટે લેવાયેલું પગલું છે.

આ ટીકાકારોમાં મોટી સંખ્યામાં મુસલમાન પણ સામેલ છે.તેમનું કહેવું છે કે તે પોતાના ધર્મને ફ્રાન્સીસી ઓળખનો હિસ્સો માને છે.સરકારની આ નવી પહેલ સંસ્થાગત ભેદભાવની દિશામાં લેવાયેલું વધુ એક પગલું છે,જે તેમના સામાજિક જીવનને મર્યાદિત કરે છે.તેઓનું કહેવું છે કે સરકાર કેટલાક લોકોના હિંસક હુમલા માટે સમગ્ર સમાજને જવાબદાર માને છે.

આ નવું ફોરમ ફ્રાન્સિસી કાઉન્સિલ ઓફ મુસ્લિમ ફેથનું સ્થાન લેશે. ફ્રાન્સિસી કાઉન્સિલ ઓફ મુસ્લિમ ફેથની સ્થાપના ૨૦૦૩માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીએ કરી હતી.પરિષદે સરકાર અને ઇસ્લામના નેતાઓ વચ્ચે મંત્રણાકારના સ્વરૃપમાં કામ કર્યુ.પેરિસમાં આર્થિક,સામાજિક અને પર્યાવરણ પરિષદમાં શનિવારે ધ ફોરમ ઓફ ઇસ્લામની ઉદઘાટન બેઠકમાં ફ્રાન્સના ગૃહપ્રધાન ડારમેનિને જણાવ્યું હતું કે આપણે હવે બદલાવવું જોઈએ.આપણે દેશ અને ઇસ્લામ વચ્ચેના સંબંધો ફરીથી શરૂ કરી રહ્યા છીએ.આ ફોરમ સંવાદનું નવું સ્વરૂપ હશે.તે ફ્રાન્સમાં ઇસ્લામની વિવિધતાને વધારે ખોલશે અને તેનું વધારે સમાવેશક સ્વરૂપ રજૂ કરશે.

ફ્રાન્સમાં ઇસ્લામ બીજા નંબરનો મોટો ધર્મ છે,પરંતુ ત્યાં કોઈ મોટો નેતા નથી.આ એકમમાં તુર્કી, મોરોક્કો કે અલ્જીરિયામાંથી ઇમામને લાવવાના બદલે તેને ફ્રાન્સમાં તાલીમ આપવાની વાત કહેવાઈ છે.

મેક્રોના પગલાં અંગે મુસ્લિમો વિભાજીત છે.કેટલાકે મેક્રોના આ પગલાનું સ્વાગત કર્યુ છે તો કેટલાકે તેને ઇસ્લામ પર અંકુશ લાવવાનું પગલું લેખાવ્યું છે.

Share Now