તમારી હિમ્મત કેવી રીતે થઈ…લતાજી મહારાષ્ટ્રનું ગૌરવ, નારાજ થયેલા બાલા સાહેબે ગુલશનકુમારને તતડાવી નાખ્યા

191

સ્વર કોકિલા અને ભારત રત્ન લતા મંગેશકરના નિધનથી કરોડો સંગીત ચાહકો શોકાતુર છે.લતાજીનો મધુર સ્વર હવે આપણને સાંભળવા નહીં મળે પણ તેમની સ્મૃતિઓ હંમેશા જીવંત રહેશે.લતાજી સાથે લગભગ તમામ જાણીતી હસ્તીઓના મધુર સબંધ હતા. શિવસેના સુપ્રીમો બાળા સાહેબ ઠાકરે સાથે તેમને વિશેષ સબંધો હતો.તેમના માટે બાળાસાહેબ પિતા સમાન હતા.જે દરેક મુશ્કેલીમાં તેમની સાથે રહેતા હતા.ઠાકરે પરિવારની નિકટ રહેલા લતાજીએ કહ્યુ હતુ કે,રાજ ઠાકરે પણ બહુ સારા ગાયક છે અને વાયોલિન પણ વગાડે છે.મહોમ્મદ રફીએ તેમના પિતા માટે મરાઠી ગીત ગાયુ હતું.

વરિષ્ઠ પત્રકાર એસ પ્રધાને પોતાના લેખમાં લતા મંગેશકર અને બાળાસાહેબના સબંધ અંગે લખ્યુ છે કે,90ના દાયકામાં ટી સિરિઝના ગુલશનકુમાર અને અનુરાધા પોંડવાલનુ સંગીતની દુનિયામાં વર્ચસ્વ જામી રહ્યુ હતુ અને તે સમયે માર્કેટમાં ટી સીરિઝ કેસેટોની ભરમાર હતી.ઓરિજિનલ સિંગરોના ગીત નવા ગાયકો ગાતા હતા અને કેસેટો વેચાતી હતી.1992માં રાધા કા સંગમ…નામની ફિલ્મમાં સંગીતકાર અનુ મલિક ઈચ્છતા હતા કે,લતાજી ગીત ગાય જોકે ગુલશાન કુમારે અનુરાધા પૌંડવાલ ગાય તે માટે ફિલ્મના મ્યુઝિક રાઈટ ખરીદી લીધા હતા.

Share Now