પેગાસસનું ભૂત ઇઝરાયલમાં પણ ધૂણ્યું- શું છે આખો મામલો ?

448

– જો કે આ મામલો ભારતમાં ચાલતા પેંગાસસ જાસુસી વિવાદનો નથી
– ઇઝરાયેલની પોલીસ પર પેગાસસ સ્પાઇવેરથી જાસુસીનો આરોપ

નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી,2022,મંગળવાર : ભારતમાં પેગાસસ સ્પાઇવેરથી રાજકિય જાસુસીનું પ્રકરણ ખૂબજ ગાજતુ રહયું હતું. પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર મતભેદો અને આક્ષેપબાજીઓનો દોર પુરો થતા તેની તપાસ પણ ચાલું છે.આ પેંગાસસ સ્પાઇવેર મૂળ ઇઝરાયલ સાથે કનેકશન હતું.જો કે ભારતમાં પેગાસસનું ભૂત ધૂણ્યા પછી હવે ઇઝરાયેલમાં પણ આ અંગે ગણગણાટ શરુ થયો છે.જો કે આ મામલો ભારતમાં ચાલતા પેગાસસ જાસુસી વિવાદનો નથી પરંતુ ઇઝરાયેલમાં સ્વતંત્ર રીતે નવો મામલો ઉભો થયો છે.એક મીડિયા રિપોર્ટંમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયેલની પોલીસ પેગાસસ સ્પાઇવેરથી લોકોની જાસુસી કરતી હતી.

આ આરોપ અંગે ઇઝરાયેલના વડાપ્રધાન નફટાલી બેનેટ સ્પષ્ટતા કરી કે ઇઝરાયેલ પોલીસ પર જડાયેલા આક્ષેપ ખૂબજ ગંભીર છે અને તેની તપાસ કરવામાં આવશે.પેંગાસસ અને તેના કેટલાક ટૂલ્સ આતંકવાદ અને ગંભીર આરોપો સામે ફાઇટ આપવા સક્ષમ છે પરંતુ તેનો ઉપયોગ ઇઝરાયેલી નાગરિકો કે અન્ય મહત્વની હસ્તીઓની જાસુસી માટે કરી શકાય નહી.આ અંગે ડેપ્યુટી એર્ટોની જનરલ મેરારીએ પણ તપાસ કરીને સરકાર વહેલામાં વહેલી તકે નવા અધિકારીઓ ને નિયુકિત કરવાની બાહેધરી આપવી પડી છે.એટલું જ નહી સરકારે સમગ્ર મામલાની તપાસ માટે એક સમિતિ રચવાની જાહેરાત કરી છે.આ સમિતિ ઇઝરાયેલના સરકારી અધિકારીઓ, કારોબારીઓ અને પૂર્વ વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂના સાથીદારોના ફોન હેક કરીને પેગાસસ સ્પાઇવેરનો દુરોપયોગ કરવાના આક્ષેપોની તપાસ કરશે.

હાઇટલાઇટ્સ

– જાન્યુઆરીના અંતમાં ઇઝરાયેલ પોલીસને પેગાસિસ જાસુસીના પુરાવા હાથ લાગ્યા હતા.

– ઇઝરાયેલ પોલીસ વિભાગના કેટલાક લોકોએ જ આ જાસુસી કરી હતી

– 2020માં તત્કાલિન પીએમ નેતન્યાહુ અને તેમના સમર્થકોના મોબાઇલ હેક કરવાનો આક્ષેપ

– પેગાસસ આતંકવાદ અને ગંભીર ગુનાઓ માટે જ ઉપયોગ લેવાય છે – નફટાલી બેનેટ (પી એમ) ઇઝરાયેલ પોલીસ પર જડાયેલા આક્ષેપ ખૂબજ ગંભીર છે

– સમગ્ર મામલાની તપાસ માટે એક સમિતિ રચવાની જાહેરાત કરવામાં આવી

Share Now