આફ્રિકન મહિલા પાસેથી 60 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું

405

– મુંબઇના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ઘટના ડ્રગ્સનો જથ્થો બે બેગ અને બે ફોલ્ડરમાં છૂપાવીને લવાયો હતો : મહિલાને કોર્ટમાં રજૂ કરાશે

મુંબઇ : મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઝીમ્બાબ્વેથી આવેલી એક મહિલા પાસેથી કથિત રીતે 60 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું.આ ડ્રગ્સમાં હેરોઇન અને મેથામ્ફેટામાઇનનો સમાવેશ થાય છે તેવું એર ઇન્ટેલિજન્સ યુનિટે જણાવ્યું હતું.

ધરપકડ કરાયેલ 40 વર્ષીય આ મહિલા રવાન્ડા એરના વિમાન દ્વારા સાઉથ આફ્રિકન દેશ હરારેથી મેડિકલ વિઝા પર શનિવારે આવી હતી.આ મહિલાના સામાનની તપાસ કરવામાં આવતા 7 કિલો વજનનો પીળો પાવડર મળી આવ્યો હતો.આ પાવડરનું પરીક્ષણ કર્યા બાદ તે હેરોઇન હોવાનું સ્પષ્ટ થયું હતું.

આ ઉપરાંત 1.480 કિ.ગ્રામના ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇનના ગ્રેન્યુલ્સ પણ મળી આવ્યા હતા.આ તમામ ડ્રગ્સની કુલ કિંમત 60 કરોડ રૂપિયા જેટલી થાય છે તેવું એક એધિકારીએ જણાવ્યું હતું.આ તમામ ડ્રગ્સ બે બેગ અને બે ફોલ્ડરમાં છૂપાવીને લાવવામાં આવી રહ્યું હતું.આ મહિલાની ધરપકડ કર્યા બાદ એરઇન્ટેલિજન્સ યુનિટે પકડાયેલ મહિલાને કોર્ટમાં હાજર કરવાની તજવીજ હાથ ધરી હતી.

Share Now