Bappi Lahiri : પ્રસિદ્ધ ગાયક કિશોર કુમાર અને બપ્પી લાહિરી વચ્ચે શું સંબંધ હતો?

192

મુંબઈ, તા. 16 : ફેબ્રુઆરી, 2022, બુધવાર : સંગીત ઈન્ડસ્ટ્રીમાં ડિસ્કોકિંગ કહેવાતા બોલિવુડના સંગીત-નિર્દેશક બપ્પી લહેરીએ મંગળવારે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.તેમનું સાચું નામ આલોકેશ લાહિડી હતું અને તેઓ સંગીતની સાથે પોતાના ગોલ્ડ પ્રેમને લઈને પણ જાણીતા હતા.ઉલ્લેખનીય છે કે,ભારતમાં પોપ સંગીત લાવવાનું શ્રેય પણ બપ્પીદાને જ અપાય છે.કિશોર કુમાર અને ‘કિશોર દા’ના હુલામણા નામે જાણીતા સદીના મહાન ગાયક આભાસકુમાર ગાંગુલી અને બપ્પીદા વચ્ચે બ્લડ રિલેશન હતું એ વાતથી ઘણાં લોકો અજાણ છે.કિશોર કુમાર બપ્પીદાના માતૃપક્ષે સગા થતા હતા.

પશ્ચિમ બંગાળના જલ્પૈગુરી ખાતે અપરેશ લહેરી અને બંસુરી લહેરીના ઘરે બપ્પીદાનો જન્મ થયો હતો.બપ્પીદાના માતા-પિતા પ્રખ્યાત બંગાળી ગાયકો હતા અને ક્લાસિકલ મ્યુઝિકમાં તેમના પ્રદાનને લઈ જાણીતા હતા.મહાન ગાયક કિશોર કુમાર કોલકાતાના બંગાળી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા બપ્પીદાના મામા થતા હતા.

બપ્પી લહેરી અને કિશોર કુમારે તેમની કારકિર્દી દરમિયાન અનેક વખત કોલાબ્રેટ કર્યું હતું. 1982માં રીલિઝ થયેલી ક્લાસિક મૂવી ‘નમક હલાલ’નું પગ ઘૂંઘરૂ બાંધ એ બપ્પીદાનું કિશોર કુમાર સાથેનું સૌથી વધુ યાદગાર ગીત છે.તે સિવાય શરાબીનું મંઝિલે અપની જગહ હૈ,ચલતે ચલતે ફિલ્મનું ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના અને મોહબ્બત ફિલ્મનું સાંસો સે નહીં કદમોસે નહીંમાં તેમણે સાથે કામ કર્યું હતું.

Share Now