કેનેડાના PM જસ્ટિન ટ્રુડોની હિટલર સાથે તુલના કરી એલન મસ્ક ફસાયા, સોશ્યલ મીડિયા પર થયા ટ્રોલ

376

પ્રિટોરિયા, તા. 18 ફેબ્રુઆરી 2022 શુક્રવાર : દુનિયાના સૌથી અમીર શખ્સ અને ટેસ્લાના માલિક એલન મસ્ક વારંવાર ચર્ચામાં રહે છે.ઘણીવાર તેઓ પોતાના બિઝનેસ અને બેશુમાર મિલકતના કારણે તો કેટલીય વાર પોતાની ટ્વીટને લઈને ચર્ચામાં આવતા રહે છે.આ વખતે પણ કંઈક આવુ જ થયુ છે.

જોકે,એલન મસ્કે પોતાની એક ટ્વીટમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની તુલના જર્મનીના તાનાશાહ એડૉલ્ફ હિટલર સાથે કરી દીધી.જે બાદ સોશ્યલ મીડિયા પર ઘમાસાણ મચી ગયુ છે.કેટલાક લોકો તેમની આ ટ્વીટની ટીકા કરી રહ્યા છે.જે બાદ એલન મસ્કે આ ટ્વીટને ડિલીટ કરી દીધી છે. શુ છે સમગ્ર ઘટનાએલન મસ્કે બુધવારે એક ટ્વીટ કરી હતી.આ ટ્વીટમાં તેમણે કેનેડામાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ટ્રકર્સને પોતાનુ સમર્થન આપ્યુ હતુ.તેમના આ ટ્વીટે સોશ્યલ મીડિયા પર હોબાળો મચાવ્યો.

એલન મસ્કે એક મીમ શેર કર્યો હતો.જેમાં હિટલરનો ફોટો હતો.તેની પર લખ્યુ હતુ.મારી તુલના જસ્ટિન ટ્રુડો સાથે કરવાનુ બંધ કરો,આની નીચે લખેલુ હતુ I had a Budget,આ ટ્વીટ બાદ ઘણો હોબાળો થયો અને બાદમાં આ મુદ્દો યુએસ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશનમાં પણ આવ્યો. એલન મસ્કના આ ટ્વીટ બાદ લોકોએ તેની ટીકા શરૂ કરી દીધી છે.કેટલાક લોકોએ એલન મસ્કને માફી માગવા માટે કહ્યુ તો કેટલાકે સજા આપવાની માગ કરી છે.અગાઉ એલન મસ્કે જાન્યુઆરીમાં પણ ટ્રક ડ્રાઈવર્સના પ્રદર્શનનુ સમર્થન કર્યુ હતુ.

Share Now