જાણો, અમેરિકામાં એક મહિલાને એચઆઇવી જળમૂળથી કેવી રીતે મટી ગયો ?

385

વોશિંગ્ટન,18 ફેબુ્આરી,2022 ,શુક્રવાર : એચઆઇવી વાયરસથી થતા એઇડઝને અસાધ્ય રોગ ગણવામાં આવે છે.શરીરની રોગ પ્રતિકારકશકિત ક્ષીણ થતી જતી હોવાથી છેવટે દર્દીને બચાવી શકાતો નથી.જો કે અમેરિકામાં એચઆઇવી પીડિત મહિલાનો રોગ જળમૂળથી ખતમ થઇ ગયો હોવાનું જાણવા મળે છે.આ સાથે જ એચઆઇવીને હરાવનારી તે અમેરિકાની પ્રથમ મહિલા બની છે.અમેરિકાના તબીબોને આ સફળતા સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા મળી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એવી વ્યકિતના સ્ટેમસેલ દાન કરવામાં આવ્યા હતા જેની અંદર એચઆઇવી જેવા ખતરનાક વાયરસનો સામનો કરવાની કુદરતી રીતે જ પ્રતિરોધ ક્ષમતા હતી.સંશોધકોનું માનવું હતું કે આ મહિલાની સારવાર માટે જે રીત અપનાવવામાં આવી તે અગાઉ કયારેય અપનાવવામાં આવી ન હતી.૧૪ મહિનાથી મહિલા એકદમ સ્વસ્થ છે એટલું જ નહી તેનામાં એચઆઇવીના કોઇ જ લક્ષણો જોવા મળતા નથી.

આંતરરાષ્ટ્રીય એઇડઝ સોસાયટીના અધ્યક્ષ શરન લેવિને પણ એઇડઝ મટી ગયો હોવાની આ વાતને પુષ્ઠી આપી હતી.નવાઇની વાત તો એ છે કે હવે એક પણ દવા પણ ચાલુ રાખવામાં આવી નથી.જો કે આ મહિલાને ભલે એચઆઇવીને હરાવનારી પ્રથમ મહિલા ગણવામાં આવતી હોય પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ પહેલા દક્ષિણ અમેરિકા મૂળના પુરુષનું સ્ટેમસેલ ટ્રાંસપ્લાન્ટ થયું હતું.

એચઆઇવી ઉપરાંત લ્યુકેમિયાના ઇલાજ માટે જેમાં પ્રથમવાર જ ગર્ભનાળના લોહીનો ઉપયોગ થયો હતો.આ અધ્યન લોસ એન્જેલસની કેલિફોર્નિયા યૂનિવર્સિટીના ડૉ ઇવોન બ્રાઇસન અને બાલ્ટીમોરની જોન હાપકિન્સ યૂનિવર્સિટીના ડૉ ડેબ્રા પરસૉડના નેતૃત્વમાં થયું હતું.આ સ્ટડીનો હેતુ એચઆઇવી ગ્રસ્ત ૨૫ દર્દીઓને સ્ટેમસેલ બદલીને અસાધ્ય રોગ મટાડવાનો હતો.

Share Now