એલન મસ્કને પછાડીને આ યુ ટ્યુબર સાત મિનિટ માટે દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ બન્યો

493

બ્રિટન, તા. 18. ફેબ્રુઆરી 2022 શુક્રવાર : બ્રિટનની એક વ્યક્તિ એલન મસ્ક સહિતના દુનિયાના જાણીતા ઉદ્યોગપતિઓને પછાડીને સાત મિનિટ માટે દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ બની ગયો હતો.

તેની સંપત્તિ માત્ર સાત મિનિટ માટે ટેસ્લાના સંસ્થાપક એલન મસ્ક કરતા બમણી હોવાનુ આકલન કરાયુ હુત.મેક્સ ફોશ નામનો આ વ્યક્તિ યુ ટ્યુબર છે અને તેના 6 લાખ કરતા વધારે ફોલોઅર્સ છે.

તેણે એક વિડિયો બનાવીને પોતાની અત્યાર સુધીની જર્નીની જાણકારી તેમાં રજૂ કરી હતી.તેના વિડિયોને 5.75 લાખથી વધારે વખત જોવામાં આવી ચુકયો છે.

આ વિડિયોમાં મેક્સ કહે છે કે,મેં મારી પાસેના અનલિમિટેડ પૈસા સાથે 10 બિલિયન શેરની એક કંપની બનાવીને રજિસ્ટર કરી હતી.મેં 50 પાઉન્ડમાં તેનો એક શેર વેચ્યો તો કાયદાકીય રીતે મારી કંપનીનુ મુલ્ય 500 બિલિયન પાઉન્ડ થવા જાય છે.તેનાથી હું એલન મસ્કને પછાડીને દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ બની જઈશ.પણ આ એક વિષચક્ર છે.મારા પર છેતરપિંડીનો આરોપ લાગી શકે છે.

એ પછી મેક્સ એક પ્રાઈવેટ લિમિટેડ કંપનીનુ સર્ટિફિકેટ શેર કરીને કહે છે કે,મારી અનલિમિટેડ કંપની હવે સત્તાવાર કંપની બની ગઈ છે.તે એ પછી પોતાનો પ્લાન સમજાવીને રસ્તે જતા લોકોને રોકીને રોકાણ કરવા માટે સમજાવવાની કોશિશ કરતા નજરે પડે છે.સાતે સાથે તે ચેતવણી પણ આપે છે કે,આર્થિક રીતે આ રોકાણ બહુ સુરક્ષિત નથી.

Share Now