યુપીમાં વાંદરાઓએ ચૂંટણીપંચના 40 સીસીટીવી કેમેરા તોડી નાખ્યા

381

– ચૂંટણીની તૈયારી વચ્ચે પીલીભીતના અધિકારીઓ પરેશાન મોનિટરિંગ રૂમમાં ઈવીએમની દેખરેખ માટે રાખેલા કેમેરા તૂટતા ચૂંટણીપંચને એક લાખ રૂપિયાનું નુકસાન

લખનઉ : કપિરાજોની ટોળીએ ચૂંટણી પંચને પણ હેરાન પરેશાન કરી નાંખ્યુ છે.યુપીના પિલિભિતમાં બનાવાયેલા ઈલેક્શન મોનિટરિંગ રૂમની સુરક્ષા માટે ઈન્સ્ટોલ કરવામાં આવેલા બાવન સીસીટીવી કેમેરા પૈકી 40 વાંદરાઓની ટોળીએ તોડી નાંખ્યા છે.

જ્યારે આ કેમેરા તુટેલા જોયા ત્યારે અિધકારીઓને પહેલા લાગ્યુ હતુ કે,કોઈએ કેમેરાની તોડફોડ કરી છે પણ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી હતી કે,વાંદરાઓની ટોળીએ આ પરાક્રમ કર્યુ છે.

ઈલેક્શન મોનિટરિંગ રૂમમાં ઈવીએમ અને વીવીપેટ મશિન રાખવામાં આવ્યા હોવાથી તેની સુરક્ષા જરૂરી બની જાય છે.દરેક સીસીટીવી કેમેરાની કિંમત 2500 રૂપિયા થવા જાય છે અને એ જોતા વાંદરાઓએ કેમેરા તોડીને ચૂંટણી પંચને પણ હજારો રૂપિયાનુ નુકસાન કર્યુ છે.હવે વાંદરાઓને મોનિટરિંગ રૂમથી દુર રાખવા માટે ત્રણ ટીમો રાખવામાં આવી છે.

આ ટીમોએ સાત વાંદરાને અત્યાર સુધી પકડયા છે.સદનસીબે ઈવીએમ મશીન વાંદરાઓના ઉત્પાતમાંથી બચી ગયા છે.તોડી નાંખેલા કેમેરાની જગ્યાએ હવે નવા કેમેરા લગાવી દેવાયા છે અને કેમેરાને વાંદરાઓથી બચાવવા માટે તેના પર ગ્રીસ લગાવવામાં આવ્યુ છે.

Share Now