નવી દિલ્હી, તા. 21 ફેબ્રુઆરી, 2022, સોમવાર : રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા યુક્રેન પર હુમલો કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાના અમેરિકી ગુપ્તચર એજન્સીઓના દાવા વચ્ચે યુદ્ધ ટાળવાના પ્રયત્નો નવેસરથી તેજ થયા છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોં સાથે ફોન પર વાત કરી હતી. ત્યાર બાદ મૈક્રોંના કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું કે,રાષ્ટ્રપતિ પુતિન અને રાષ્ટ્રપતિ બાઈડન વચ્ચે યુક્રેન સંકટને લઈને શિખર બેઠક આયોજિત કરવા પર સશર્ત ‘સૈદ્ધાંતિક સહમતિ’ સધાઈ છે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ મૈક્રોંના કાર્યાલયે સોમવારે સવારે એક નિવેદન બહાર પાડીને આ વાત કરી હતી.નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે,શિખર બેઠક ત્યારે જ થશે જ્યારે રશિયા પાડોશી દેશ યુક્રેન પર હુમલો નહીં કરે.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,મૈક્રોંએ બંને નેતાઓને યુરોપમાં સુરક્ષા અને રણનૈતિક સ્થિરતા પર એક શિખર સંમેલન યોજવાનો પ્રસ્તાવ આપ્યો હતો.રાષ્ટ્રપતિ બાઈડન અને પુતિન એમ બંનેએ તેનો સૈદ્ધાંતિરૂપે સ્વીકાર કર્યો છે.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,જો રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તો આવી બેઠક અસંભવ થશે કારણ કે,પશ્ચિમી દેશોને ડર છે કે રશિયા હુમલાની યોજના બનાવી રહ્યું છે. જોકે ફ્રાંસના રાષ્ટ્રપતિ કાર્યાલયના આ નિવેદનને હજુ વ્હાઈટ હાઉસની કોઈ પ્રતિક્રિયા નથી મળી.
રવિવારે બાઈડન અને મૈક્રોં વચ્ચે થયેલી વાતચીતમાં યુક્રેન સરહદ પાસે રશિયન સેનાના જમાવડામાં થયેલા વધારા અને સંઘર્ષ ટાળવા માટે ચાલુ ડિપ્લોમેટિક પ્રયત્નો પર મંથન થયું.ચર્ચા બાદ વ્હાઈટ હાઉસે નિવેદન દ્વારા આ જાણકારી આપી.અગાઉ 6 ફેબ્રુઆરીના રોજ પણ અમેરિકા અને ફ્રાંસના રાષ્ટ્રપતિએ આ મામલે વાત કરી હતી. 6 ફેબ્રુઆરીના રોજ થયેલી વાતચીત બાદ બાઈડન અને મૈક્રોંએ કહ્યું હતું કે, તેઓ યુક્રેનની સંપ્રભુતા અને અખંડિતતા કાયમ રાખવામાં મદદ માટે વચનબદ્ધ છે.