આયુર્વેદ જ નહી સાયન્સે પણ સ્વીકાર્યુ – લસણ અને બીટ હાઇબ્લડ પ્રેશર મટાડે છે

286

લંડન,22 ફેબ્રુઆરી,2022, મંગળવાર : હ્વદયની બીમારી ધરાવતા દર્દીઓને હાઇ બ્લડ પ્રેશરનો ખૂબ મોટો ખતરો રહે છે.આમ તો ખૂબ સમયથી એવો દાવો કરવામાં આવે છે કે લસણ અને બીટ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે,આયુર્વેદમાં લસણને હ્વદય માટે અગત્યનું ગણવામાં આવે છે અંગે બ્રિટનના તબીબ ક્રિસ વાન ટુલ્લેકેને સત્ય પારખવા પ્રયાસ કર્યો જેમાં ચોંકાવનારા પરીણામો મળ્યા છે.આ ઉપરાંત કિંગ્સ કોલેજ લંડનના ડો એનીડી વેબ પણ ખાધ પદાર્થો અંગે થતા દાવાની સચ્ચાઇ પારખવા મોટા પાયે પ્રયોગ કરવામાં માને છે.

આ પ્રયોગમાં બ્લડપ્રેશરની સમસ્યા ધરાવતા ૨૮ લોકોને પસંદ કરવામાં આવ્યા હતા જેમનું વધુમાં વધુ બ્લડપ્રેશર ૧૩૦ એમએમ કરતા વધારે હતું.જયારે કોઇ પણ યુવાનનું બ્લડ પ્રેશર ૧૨૦ હોવું જરુરી છે. આ તમામ વોલ્ન્ટિયર્સને ત્રણ સમૂહમાં વહેંચવામાં આવ્યા હતા.પ્રથમ અઠવાડિયા સુધી વોલેન્ટીયર્સને રોજ લસણની બે કળીઓ ખાવા માટે આપવામાં આવી હતી.બીજા ગુ્પને તરબૂચ જયારે ત્રીજા ગુ્પને રોજના બે બીટ ખાવા આપવામાં આવ્યા હતા.બીજા અને ત્રીજા અઠવાડિયે દરેક ગુ્પને જે ચીજ ખોરાક તરીકે આપવામાં આવતી હતી તેને અરસ પરસ બદલી નાખવામાં આવી હતી.મીડિયામાં ખાવા પીવાની ઘણી અસર શરીર પર થતી હોય છે.

નિયમિત રીતે લસણ અને બીટ ખાવાથી હાઇ બ્લડપ્રેશર ઘટતું જોવા મળ્યું

લસણ અને બીટ જેવી કેટલીક વસ્તુઓ ખોરાક તરીકે લેવાથી બ્લડપ્રેશર ઓછુ થાય છે એવી માન્યતા હતી.લોહીની જે નળીઓ હોય છે તે પહોળી થાય છે જેના કારણે સરળતાથી લોહીનો પ્રવાહ વહી શકે છે એવું માનવામાં આવે છે.ટેસ્ટનું પરીણામ તૈયાર કરવાના ભાગરુપે બ્લડ પ્રેશરને સવાર અને સાંજ એમ બે વાર માપવામાં આવ્યું હતું.દર વખતે ત્રણ આંકડાઓ લેવામાં આવ્યા જેની સરેરાશ કાઢવામાં આવી હતી.આ પ્રયોગમાં સરેરાશ બ્લડ પ્રેશર ૧૩૩.૬એમએમ હતું.બીટ ખાનારાનું બ્લડપ્રેશર ૧૨૮.૭ એમએમ જોવા મળ્યું.જયારે લસણ ખાનારાનું ૧૨૯.૩ એમએમ જોવા મળ્યું હતું.

પ્રયોગમાં જાણવા મળ્યું કે નિયમિત રીતે લસણ અને બીટ ખાવાથી બ્લડપ્રેશર ઘટવામાં મદદ મળે છે જો કે આવું માત્ર આ બે વસ્તુઓ જ ખાવાથી થાય છે એવું નથી.બીટમાં મુખ્યત્વે નાઇટ્રેટ મળે છે જે તમામ લીલા શાકભાજી,અજવાઇન, પાલક અને બ્રોકલીમાં પણ હોય છે.લસણમાં મુખ્યત્વે એલિસિન હોય છે જે ડુંગળી અને બીજી કેટલીક પ્રજાતિઓમાં પણ પુષ્કળ હોય છે.આ ટેસ્ટમાં જાણવા મળ્યું કે એવી અનેક ચીજ વસ્તુઓ છે જેનાથી બ્લડપ્રેશર પણ કંટ્રોલ રાખી શકાય છે.

લસણને જેટલું વધારે પીસવામાં આવે તેટલું વધારે એસિલિન નિકળે છે

સલાડ અને સબ્જીઓને પકવવામાં ન આવે ત્યાં સુધી નાઇટ્રેટ સુરક્ષિત રહે છે.નાઇટ્રેટ પાણીમાં ઓગળે છે આથી શાકભાજી અને શાકને ઉકાળવામાં આવે ત્યારે કેટલોક નાઇટ્રેટ પાણીમાં રહી જાય છે.આથી બીટનો રસ પીવો તો એ નાઇટ્રેટ વધારે ઉપયોગી બને છે.સૂપ લો કારણ કે નાઇટ્રેટ સૂપમાં રહીને પણ અસર કરે છે.લસણને સારી રીતે પીસીને કે તેના ઝીણા ટૂકડા કરવાથી વધારે ઉપયોગી બને છે.

જેટલું વધારે પીસવામાં આવે તેટલું વધારે એલિસિન નિકળે છે.પીસ્યા પછી લસણનો સૂપમાં કે શાકભાજીની ઉપર નાખીને તેનો ઉપયોગ કરી શકાય છે.ટોસ્ટ અને મશરુમ જેવી ચીજોમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.લસણને કયારેય માઇક્રોવેવમાં રાખવું જોઇએ નહી કારણ કે તેનાથી એલિસિન ખૂબ ઝડપથી બગડી જાય છે.લસણનું વધારે સેવન બળતરા અને પાચનને લગતી તકલીફો ઉભી કરે છે.ઘણા લોકો પોતાની જીવનશૈલી બદલીને પણ હાઇ બ્લડ પ્રેશર ઓછું કરવામાં સફળ રહયા છે.

Share Now