ટાટા સન્સ વિરૂદ્ધની સાયરસ મિસ્ત્રીની રિવ્યૂ પિટિશન સુપ્રીમ કોર્ટે સ્વીકારી

168

– સાયરસ મિસ્ત્રીની રિવ્યૂ પિટિશન અંગે નવ માર્ચે સુનાવણી થશે ટાટા ગ્રૂપના ચેરમેનપદેથી દૂર કરવાના નિર્ણયને માન્ય રાખતા આદેશ વિરૂદ્ધ સાયરસ મિસ્ત્રીએ પિટિશન કરી હતી

નવી દિલ્હી : ટાટા સન્સ અને સાયરસ મિસ્ત્રી વચ્ચે ચાલી રહેલા વિવાદમાં મિસ્ત્રીએ દાખલ કરેલી રિવ્યૂ પિટિશનને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે.આ રિવ્યૂ પિટિશન અંગે સુપ્રીમ કોર્ટ નવ માર્ચના રોજ સુનાવણી કરશે.આ કેસ સાયરસ મિસ્ત્રીને ટાટા ગ્રૂપના ચેરમેન પદેથી હાંકી કાઢવા સંબંધિત છે.

નોંધનીય છે કે,અગાઉ આ કેસમાં સુપ્રીમ કોર્ટે માર્ચ 2021માં આપેલા ચુકાદામાં સાયબર મિીને ટાટા સન્સના ચેરમેન પદેથી દૂર કરવાના નિર્ણયને માન્યો રાખ્યો હતો.ઉપરાંત નાદારી કોર્ટ એનસીએલએટી એ સાયરસ મિસ્ત્રીને ફરી ટાટા ગ્રૂપના ચેરમેન બનાવવા કરેલા આદેશને પણ રદ કર્યો હતો.જેની સામે મિસ્ત્રીએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી છે.

આ રિવ્યુ પિટિશનને 15 ફેબ્રૂઆરીના રોજ ચીફ જસ્ટિસ એન.વી.રમણાની આગેવાની હેઠળની ત્રણ જજોની ખંડપીઠે દ્વારા વિચારણા માટે લેવામાં આવી હતી.જેમાં બહુમતીના આધારે,સાયરસ મિસ્ત્રીએ દાખલ કરેલી રિવ્યૂ પિટિશન પર મૌખિક સુનાવણીની માંગ કરતી અરજીને મંજૂરી આપવામાં આવી હતી.

સાયરસ મિીએ સુપ્રીમ કોર્ટમાં કરેલી સમીક્ષા અપીલમાં લઘુમતી શેરધારકોના શોષણનો આક્ષેપ કર્યો હતો અને જેમાં ઉદાહરણ તરીકે પોતાને ટાટા ગ્રૂપના ચેરમેન પદ પરથી હટાવવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.મિસ્ત્રી દ્વારા કરાયેલા કેસને ફગાવી દેતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતુ કે,ખોટા વ્યાવસાયિક નિર્ણયોને લઘુમતી શેરધારકો માટે પૂર્વગ્રહ તરીકે જોઈ શકાય નહીં.

Share Now