અમીરો અને ગરીબો માટે અલગ અલગ કાયદો ન હોઇ શકે : કેરળ હાઇકોર્ટ

151

– ગેરકાયદે ધ્વજારોહણ મુદ્દે હાઇકોર્ટ કેરળ સરકારથી ખફા પરવાનગી વગર લગાવવામાં આવેલા ધ્વજ સ્તંભ ગેરકાયદે : ન્યાયમૂર્તિ દેવન રામચંદ્રન

કોચી : શક્તિશાળી અને સામાન્ય લોકો માટે અલગ અલગ કાયદા ન હોઇ શકે તેમ કેરળ હાઇકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું.કોર્ટે પરવાનગી વગર રાજકીય પક્ષોોને ધ્વજારોહણથી રોકવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનો ઉલ્લેખ કરતા કોર્ટે આ ટિપ્પણી કરી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે સરકારે સ્પષ્ટ રીતે કાયદાના પાલન માટે કાર્ય કરવું જાઇએ.કેટલાક લોકોને ખુશ રાખવાની નીતિ કામ નહીં ચાલે.જે પણ કાયદો છે તેનું પાલન દરેક વ્યકિતએ કરવું પડશે પછી ભલે તે વ્યકિત સામાન્ય હોય કે ખાસ હોય.

ન્યાયમૂર્તિ દેવન રામચંદ્રને જણાવ્યું હતું કે હંમેશા એક વાત ધ્યાનમાં રાખવાની છે કે પરવાનગી વગર લગાવવામાં આવેલ ધ્વજ સ્તંભ ગેરકાયદેસર છે.આ નિયમના ભંગને નજર અંદાજ કરી શકાય નહીં ફક્ત એટલા માટેકે આ નિયમનો ભંગ કોઇ શક્તિશાળી પક્ષ કે વ્યકિત દ્વારા કરવામાં આવ્યો છે.

તમે એક સામાન્ય વ્યકિતને આ અંગેની પરવાનગી આપતા નથી તો પછી શક્તિશાળી વ્યકિતને કેમ રોકતા નથી.શક્તિશાળી અને સામાન્ય લોકો માટે અલગ અલગ કાયદા ન હોઇ શકે.હાઇકોેર્ટે જણાવ્યું હતું કે આ ચિંતાજનક બાબત છે કે રાજ્ય સરકાર એ વાત સુનિશ્ચિત કરવામાં અસફળ રહી છે કે ભવિષ્યમાં કોઇ પણ ગેરકાયદે ધ્વજ સ્તંભ સૃથાપિત કરવામાં નહીં આવે.

Share Now