– ઓડિશા પોલીસની ટીમ આઠ મહિનાથી શોધી રહી હતી 2006માં તેણે કેરળમાં 13 બેંકો સાથે 128 નકલી ક્રેડિટ કાર્ડ દ્વારા 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી
ભુવનેશ્વર : ઓડિશા પોલીસે 13 ફેબુ્રઆરીએ એક 66 વર્ષની વ્યકિતની ભુવનેશ્વરમાં કારથી યાત્રા કરતી વખતે ધરપકડ કરી હતી.પોેલીસની આ વિશેષ ટીમ આઠ મહિનાથી તેમને શોધી રહી હતી.આ વ્યકિતને પકડવા માટે તેની ઓનલાઇન લેવડદેવડ ઉપર પણ નજર રાખવામાં આવી રહી હતી.
જ્યારે કારમાંથી આ શખ્સ બહાર આવ્યો તો પોલીસની ટીમ આશ્ચર્યચકિત થઇ ગઇ હતી.આ વ્યકિતની ઉંચાઇ પાંચ ફૂટ બે ઇંચ હતી.તેનું નામ બિભુ પ્રકાશ સ્વેન છે.તેની ગણના રાજ્યના સૌથી મોટા વિશ્વાસઘાતીઓ પૈકી એક તરીકે કરવામાં આવતી હતી.
તેણે 10 રાજ્યોમાં 27 મહિલાઓ સાથે લગ્ન કર્યા હતાં.2006માં તેણે કેરળમાં 13 બેંકો સાથે 128 નકલી ક્રેડિટ કાર્ડ દ્વારા 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.હૈદરાબાદમાં તેણે લોકો સાથે તેમના બાળકોને એમબીબીએસમાં બેઠક આપવાના નામ પર બે કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
સ્વૈને ભારત-તિબેટ સીમા પાલિસના સહાયક કમાન્ડન્ટથી લઇને છત્તીસગઢના ચાર્ટર એકાઉન્ટન્ટ, નવી દિલ્હી સિૃથત એક સ્કૂલના ટિચર,આસામના તેજપુરના એક ડોક્ટર,સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટના બે વકીલ,ઇન્દોરના એક સરકારી કર્મચારી,કેરળ વહીવટી સેવાના અિધકારી સાથે લગ્ન કર્યા હતાં.આ માટે તેણે મેટ્રિમોનિયલ સાઇટ્સનો ઉપયોગ કર્યો હતો.
તેણે આવી સાઇટ્સ પર પોતાનું નામ પ્રોફેસર બિધૂ પ્રકાશ સ્વૈન રાખ્યુ હતું.તેણે જણાવ્યું હતું કે તે આરોગ્ય શિક્ષણ અને પ્રશિક્ષણના ઉપ મહાનિર્દેશક તરીકે કાર્યરત છે.તેણે પોતાની વાર્ષિક આવક 50 થી 70 લાખ બતાવી હતી