કર્ણાટકઃ બજરંગદળના કાર્યકરની હત્યા બાદ તનાવ, કરફ્યૂ લગાવાયો, 3ની ધરપકડ

203

કર્ણાટક,તા. 22. ફેબ્રુઆરી 2022 મંગળવાર : હિજાબ વિવાદની વચ્ચે કર્ણાટકના શિવમોગા જિલ્લામાં બજરંગદળના કાર્યકરની હત્યા બાદ આ વિસ્તારમાં હજી પણ ભારેલો અગ્નિ છે અને શિવમોગામાં કરફ્યુ લગાવાયો છે.અહીંયા રેપિડ એક્શન ફોર્સ પણ તૈનાત કરાઈ છે.

આરોપીઓને પકડવા માટે પોલીસ ઠેર ઠેર દરોડા પાડી રહી છે.પોલીસનુ કહેવુ છે કે,આ મામલામાં 3 લોકોની ધરપકડ કરાઈ છે અને બેની શોધખોળ હજી ચાલુ છે.

પોલીસનુ કહેવુ છે કે,ચાર લોકોની પૂછપરછ ચાલી રહી છે.એવુ લાગે છે કે,જુની દુશ્મનીના કારણે પણ આ હત્યા થઈ હોઈ શકે છે.

દરમિયાન શિવમોગામાં કાર્યકરની હત્યા બાદ મંગળવારે લોકોએ બે ઓટોરીક્ષા અને મોટરસાયકલને આગ લગાવી દીધી હતી.

રવિવારે રાત્રે હર્ષા નામના કાર્યકરની જાહેરમાં જ ચાકુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી.ઘટના બાદ સ્થિતિ તનાવપૂર્ણ છે.અહીંયા કલમ 144 પણ લાગુ કરાઈ છે.કર્ણાટકના ગૃહ મંત્રી મૃત હર્ષાના પરિવારને મળવા પણ ગયા હતા.

Share Now