દેશમાં કોરોનાના નવા 13,405 કેસો :એક્ટિવ કેસ બે લાખથી ઓછા

364

– વધુ 235 મોત સાથે કુલ મૃત્યુઆંક 5,12,344 કોરોના વેક્સિનના અપાયેલા ડોઝનો આંકડો 175.83 કરોડને પાર

નવી દિલ્હી : દેશમાં કોરોનાના નવા 13,405 કેસો નોંધવામાં આવ્યાછે.આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 4,28,51,929 થઇ ગઇ છે.દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 1,81,075 થઇ ગઇ છે.

દેશમાં 49 દિવસ પછી કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા બે લાખથી ઓછી નોંધવામાં આવી છે તેમ આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. વધુ 235 લોકોનાં મોત થતા દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 5,12,344 થઇ ગયો છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં 21,056 કેસોનો ઘટાડો નોંધાયો છે.

દેશમાં દૈનિક પોઝિટિવ રેટ 1.24 ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ 1.98 ટકા નોંધવામાં આવ્યો છે.દેશમાં કોરોનાની વેક્સિનના અપાયેલા કુલ ડોઝની સંખ્યા વધીને 175.83 કરોડને પાર થઇ ગઇ છે.છેલ્લા 24 કલાકમાં નોંધવામાં આવેલા 235 મોત પૈકી 128 મોત કેરળમાં અને 21 મોત કર્ણાટકમાં થયા છે.અત્યાર સુધી કોરોનાને કારણે દેશમાં કુલ 5,12,344 લોકોનાં મોત થયા છે.

Share Now