તમિલનાડુમાં ચૂંટણીના એક દિવસ પહેલા ઉમેદવારે સોનાના નકલી સિક્કા વહેંચ્યા

456

– ઉમેદવારે ચૂંટણી પરિણામ સુધી સિક્કો ન ખોલવા કહ્યું હતું ચૂંટણી પૂર્ણ થયા પછી લોકો સોનાના સિક્કા વેચવા ગયા ત્યારે જાણ થઇ કે તે નકલી છે!

નવી દિલ્હી : તમિલનાડુની સૃથાનિક ચૂંટણીમાં એક ઉમેદવારે પોતાના મતદારોને આકર્ષવા માટે સોનાના સિક્કા વહેંચ્યા હતાં જો કે મતદાન પછી ખબર પડી કે આ સિક્કા નકલી હતાં.આ ઘટના તમિલનાડુના અંબુરની છે.મ્યુનિસિપાલિટી કાઉન્સિલરની ચૂંટણી લડી રહેલ મણિમેગાલઇ દુરઇપંડી અપક્ષ તરીકે ઉભા રહ્યાં હતાં.આ ચૂંટણી 19 ફેબુ્રઆરીએ યોજવામાં આવી હતી.

ચૂંટણી એક દિવસ અગાઉ એટલે કે 18 ફેબુ્રઆરીની રાતે તેમણે સઘન પ્રચાર કર્યો હતો.તેઓ પોતાના મતદારો માટે એક પેકેટમાં કેટલાક સિક્કા લઇને પહોંચી ગયા હતાં.રિપોર્ટ અનુસાર ઉમેદવાર અને તેમના પતિએ પોતાના મતદારોને સિક્કા આપતી વખતે જણાવ્યું હતું કે આ સિક્કા સોનાના છે.તેને ભેટ સ્વરૂપ રાખી લો અને તેના બદલામાં અમને મત આપજો.

તેમણે મતદારોને આ પેકેટ મતગણતરીની તારીખ સુધી ન ખોલવાની અપીલ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે જો તેઓ આ પેકેટ પરિણામ પહેલા ખોલશે તો ચૂંટણી પંચને તેની જાણ થઇ જશે.મતદાન પછી જ્યારે કેટલાક લોકો આ સિક્કા વેચવા ગયા તો તેમને જાણ થઇ કે આ સિક્કા નકલી હતાં.

Share Now