– યુએસમાં કોરોનાના નવા 1,79,172 કેસ, 2777નાં મોત રાણી એલિઝાબેથ બીજાએ કોરોનાના ચેપને પગલે ઓનલાઇન કાર્યક્રમો રદ કર્યા
વોશિંગ્ટન : દુનિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 425,769,997ને પાર કરી ગઇ છે અને કોરોનાનો કુલ મરણાંક 58,93,821 થયો છે.તેની સામે દુનિયામાં કોરોના રસીના કુલ 10,387,202,367 ડોઝ આપવામાં આવ્યા હોવાનું જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગે જણાવ્યું હતું.
કોરોના મહામારીની સૌથી વધારે અસર યુએસમાં થઇ છે.યુએસમાં કોરોનાના સૌથી વધારે 78,529,099કેસો નોંધાયા છે અને કુલ કોરોના મરણાંક 9,35,990 નોંધાયો છે.કોરોનાના કેસોની સંખ્યાની નજરે બીજા ક્રમે સૌથી વધારે કેસો ભારતમાં 42,838,534 નોંધાયા છે અને 5,12,109 જણાના મોત થયા છે.
રશિયામાં કોરોનાના નવા 1,35,172 કેસ અને 796 જણાના મરણ નોંધાયા હતા.યુએસમાં આજે કોરોનાના નવા 1,79,172 કેસ અને 2,777 મોત નોંધાયા હતા.જ્યાં કોરોનાના એક કરોડ કરતાં વધારે કેસો નોંધાયા છે તેવા દેશોમાં ફ્રાન્સ22,456,545,યુકે 18,785,333, રશિયા 15,297,628 તુર્કી 13,589,511, જર્મની 13,715,145 ઇટાલી 12,494,459 અને સ્પેન 10,858,000નો સમાવેશ થાય છે.
જે દેશોમાં કોરોના મરણાંક બે લાખ કરતાં વધારે નોંધાયો છે તેંમાં રશિયા 3,39,319, મેક્સિકો 3,15,688 અને પેરૂ 2,09,468નો સમાવેશ થાય છે.દરમ્યાન યુકેમાં આજે કોરોનાના નવા 38,409 કેસ અને 15 જણાના મોત નોંધાયા હતા.
દરમ્યાન હોંગકોંગમાં માર્ચ મહિનામાં તમામ નાગરિકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.હોંગકોંગના નેતા કેરીલામે જણાવ્યું હતું કંં માર્ચ મહિનામાં હોંગકોંગની વસ્તીનો ત્રણવાર કોરોના ટેસ્ટ કરવામાં આવશે. દરરોજ દસ લાખ લોકોનો ટેસ્ટ કરવામાં આવશે.
દરમ્યાન યુરોપિયન યુનિયનના સભ્ય દેશોએ મેગળવારે સમજૂતી સાધી હતી કે 27 દેશોના બ્લોકમાં જે લોકો કોરોનાના ચેપમાંથી સાજા થઇ ગયા હોય અથવા જેમણે કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોય તેવા પ્રવાસીઓને વધારે સુવિધા આપવી.
યુરોપિયન કાઉન્સિલે જે લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ મેળવ્યા હોય તેમના માટે આવતાં મહિનાથી તમામ ટેસ્ટિંગ અને ક્વોરન્ટાઇન જરૂરિયાતો ઉઠાવી લેવાની ભલામણ કરી છે. ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ બીજાને કોરોનાના ચેપના હળવા લક્ષણો હોવાને કારણે તેમણે તેમના ઓનલાઇન કાર્યક્રમો રદ કર્યા હોવાનું બકિંગહામ પેલેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
દરમ્યાન જર્નલ ક્લિનિકલ સાયન્સમાં પ્રકાશિત એક અભ્યાસમાં જણાયું છે કે કોરોના વાઇરસ આકરાં ચેપના દર્દીઓમાં હ્ય્દયની રક્ત નલિકાઓને ચેપ લગાડયા વિના નુકશાન કરે છે.યુકેની બ્રિસ્ટોલ યુનિવર્સિટીના સંશોધકોની ટીમ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું કે કોરોનાનો વાઇરસ કેવી રીતે હ્ય્દયના કોષોને અસર કરે છે.