ધ બર્નિગ ટ્રેક –જાણો, અમેરિકાના આ શહેરના રેલવે પાટા પર લાગતી આગનું રહસ્ય શું છે ?

425

શિકાગો,23 ફેબ્રુઆરી,2022,બુધવાર : ધ બર્નિગ ટ્રેનની વાર્તા ખૂબ જાણીતી છે પરંતુ અમેરિકાના શિકાગોમાં ધ બર્નિગ ટ્રેક પર લાગેલી આગની જવાળાઓ ઉપરથી ટ્રેન પસાર થાય છે.ટ્રેનના પાટા પર આગ લાગેલી જોઇને બિહામણુ દ્વષ્ય ખડુ થાય છે.સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો વાયરલ થતા રહે છે પરંતુ ટ્રેનના પાટા પર આગનું કારણ સાવ જુદું છે.શિકાગોમાં કડકડતી ઠંડીએ નવાઇની વાત નથી. શિયાળાની સિઝનમાં બરફવાળા ધુ્વીય પવનો ખતરનાક ઠંડા હોય છે.શિકાગોની ગણતરી અતિ ઠંડી પડતી હોય તેવા વિસ્તારોમાં થાય છે.૨૧ જાન્યુઆરી ૧૯૮૫ના રોજ માઇનસ ૩૩ સે તાપમાન નોંધાયું હતું.

વિન્ટર સિઝનમાં બરફ વર્ષા અને માઇનસ તાપમાનના કારણે રેલવે વ્યહવાર પ્રભાવિત થાય છે.તાપમાન માઇનસમાં જતું રહે ત્યારે સ્ટીલના બનેલા રેલવેના પાટામાં સંકોચન આવે છે.સંકોચન અને વિસ્તરણના જાણીતા વૈજ્ઞાાનિક સિધ્ધાંત મુજબ ગરમીથી ધાતુનું વિસ્તરણ થાય છે જયારે ઠંડીથી સંકોચન થાય છે. ઠંડીમાં પાટાનું સંકોચન થવાથી ટ્રેન સ્ટોપ થવામાં અને ગતિ પકડવામાં અવરોધ ઉભો થાય છેબે પાટા વચ્ચે જગ્યા વધી જાય છે આથી ક્રોસમાં ટ્રેન પસાર થવામાં જોખમ ઉભું થાય છે.પાટા પરની ધાતુંનું તાપમાન જળવાઇ રહે તે માટે ગેસ ફિડ હિટરમાંથી ઓટોમેટિક આગ લગાડવામાં આવે છે.

ગેસ હિટર દ્વારા નિયંત્રિત આગ લગાડવાથી પાટા કે ટ્રેનને કોઇ જ પ્રકારનું નુકસાન થતું નથી.પાટા ગરમી પકડે એટલે પાટા વચ્ચેની જગ્યા નોર્મલ થઇ જાય છે.શિકાગોમાં દર વર્ષે જયારે કાતિલ ઠંડીનો દોર શરુ થાય ત્યારે આ રેલવે આવન જાવન સરળ બનાવવા માટે આ ટેકનિક અપનાવવામાં આવે છે. આથી આગની લપેટોની વચ્ચેથી ટ્ેનો પસાર થતી હોય તેવા દ્વશ્યો ઉભા થાય છે. પાટા પર બરફ પણ વધારે ઝડપથી જામી જતો હોવાથી હિટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવો જરુરી બની જાય છે. ગેસથી ચાલતા હિટર રેલવેના પાટાની અંદર ખૂબજ સલામત રીતે ફીટ કરવામાં આવે છે.વેસ્ટર્ન વેન્યૂ સ્ટેશન પર ટ્રેકસ પર ઓન ફાયરનો નજારો જોઇ શકાય છે.

Share Now