રામસેતુને ઐતિહાસિક સ્મારક જાહેર કરવાની સુપ્રીમમાં માગ

440

– ભાજપના સાંસદ સુબ્રમણ્યમ દ્વારા
– સ્વામીની અરજી પર સુપ્રીમે કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો,નવમી માર્ચે વધુ સુનાવણી

નવી દિલ્હી : રામસેતુને લઇને સુપ્રીમ કોર્ટમાં ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક અપીલ કરી છે.જેની સુનાવણી માટે કોર્ટ તૈયાર થઇ ગઇ છે.સ્વામીએ માગણી કરી છે કે રામ સેતુને ઐતિહાસિક સ્મારકનો દરજ્જો આપવામાં આવે.

સુપ્રીમ કોર્ટમાં આ મામલે થયેલી દલિલો બાદ કેન્દ્ર સરકાર પાસેથી કોર્ટે જવાબ પણ માગ્યો છે અને આગામી સુનાવણી હવે નવમી માર્ચના રોજ કરવામાં આવશે.

સ્વામીએ આ પહેલા ૨૦૨૦માં રામસેતુને ઐતિહાસિક સ્મારકની માન્યતા આપવાની માગણી કરી હતી.જેની સુનાવણી વહેલા કરવાની માગણી કરી હતી.તે સમયે કોર્ટે બાદમાં વિચારીશું તેમ કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે તે સમયે પણ કેન્દ્ર સરકારને આ મામલે એક સોગંદનામુ દાખલ કરવા માટે કહ્યું હતું.સૌથી પહેલા ૨૦૧૮માં સ્વામીએ આ અપીલ સુપ્રીમ કોર્ટમાં કરી હતી.

તેઓએ રામસેતુને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાની માગ કરી હતી.હિન્દૂ ધર્મ ગ્રંથ રામાયણમાં રામ સેતુનો ઉલ્લેખ છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે સીતાને બચાવવા માટે રામને મદદ કરવા વાનર સેનાએ આ રામ સેતુ બનાવ્યો હતો.

Share Now