રશિયા-યુક્રેન તણાવ : યુક્રેનના સૈનિકોએ શરણાગતિ સ્વીકારી, હથિયારો નીચે મુક્યાં

389

મોસ્કો, તા. 24 ફેબ્રુઆરી, 2024, ગુરૂવાર

યુક્રેનના સૈનિકોએ શરણાગતિ સ્વીકારી, હથિયારો નીચે મુક્યાં

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યાં છે કે યુક્રેનના અમુક સ્થળોએ યુક્રેને હથિયારો ત્યજી દીધા છે.સૈનિકોએ પાસે શસ્ત્ર-સરંજામ ખૂટી પડતા અને સામે પક્ષે રશિયા તરફથી ભારે લડત મળતા અમુક શહેરોમાં યુક્રેન સેનાએ શરણાગતિ સ્વીકારી છે.અત્રે ઉલ્લેખનીય છે કે રશિયાએ વહેલી સવારે હવાઈ હુમલા કર્યા બાદ ભારતીય સમયાનુસાર બપોરે બેલારૂસના સૈનિકો સાથે યુક્રેનની સરહદ ઓળંગીને બે શહેરો પર કબ્જો જમાવતા અંતે યુક્રેન સૈનિકોએ પીછેહડ કરવી પડી છે.

યુક્રેનમાં 100% હાજરીના નિયમના કારણે વિદ્યાર્થીઓ અટવાયા

ભારત સરકારે યુક્રેન ખાતે અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા વિશેષ વિમાનની વ્યવસ્થા કરી છે.જોકે યુક્રેનમાં ભણતાં ભારતીય વિદ્યાર્થીઓ 100 ટકા હાજરીના નિયમને લઈ મૂંઝવણ અનુભવી રહ્યા છે.વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે જો તેઓ ભારત આવી જશે તો હાજરીનો પ્રશ્ન કઈ રીતે ઉકેલાશે.સાથે જ અભ્યાસમાં જે ગુમાવવું પડશે તેની ભરપાઈ કેવી રીતે થઈ શકશે તેને લઈ વિદ્યાર્થીઓ દ્વારા યુક્રેન એમ્બેસીમાં રજૂઆત કરવામાં આવી છે.યુક્રેન-રશિયા વચ્ચેના સંઘર્ષના કારણે અનેક કોલેજ દ્વારા 15 દિવસની રજા જાહેર કરવામાં આવી છે પરંતુ એટલા દિવસ માટે 1 લાખ રૂપિયાનો ખર્ચો કરીને યુક્રેન પરત ફરવું મોંઘુ પડે માટે સમસ્યા જણાઈ રહી છે.

કીવ ખાતે વાહનોનો પશ્ચિમ દિશા તરફ ધસારો

ગુરૂવારે સવારથી જ કીવના નોર્થ બ્રિજ પર ગાડીઓનો વિશાળ કાફલો પશ્ચિમ દિશા તરફ જતો જોવા મળી રહ્યો છે.તેઓ સૌ પૂર્વમાં થઈ રહેલા વિસ્ફોટોથી દૂર ભાગી રહ્યા છે અને એવી સ્થિતિ સર્જાઈ છે કે, તમામ વાહનોના મોઢા પશ્ચિમ તરફ છે અને એક પણ કાર પૂર્વ તરફ જઈ રહેલી નથી જણાતી.

– યુક્રેનના થર્મલ પાવર પ્લાન્ટ પર રશિયા દ્વારા મોટો વિસ્ફોટ કરવામાં આવ્યો.આ સાથે જ યુક્રેનના ઈબાનો ખાતે પણ રશિયન મિસાઈલો દ્વારા હુમલો.

– રશિયન મિલિટ્રીના વાહનો ક્રિમીયાના રસ્તે થઈને યુક્રેનમાં પ્રવેશ્યા

– યુક્રેનિઅન બોર્ડર ગાર્ડ દ્વારા આ અંગેનો એક વીડિયો પણ રીલિઝ કરવામાં આવ્યો છે જેમાં રશિયન મિલિટ્રીના વાહનો ક્રિમીયાના રસ્તે થઈને યુક્રેનમાં પ્રવેશતા જોઈ શકાય છે.

– યુક્રેનના મોટાભાગના એરબેઝને નુકશાન થયાનો દાવો

– યુક્રેનની સરકારે એ પણ સ્વીકાર્યું છે કે રશિયાના હવાઈ હુમલામાં દેશના મોટાભાગના બધા એરબેઝને નુકશાન થયું છે.મોટાપાયે ડિફેન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરને હાનિ પહોંચી છે.

Share Now